મોરબીઃ પત્ની અને તેના પ્રેમીને સુરતથી લાવતી વખતે પતિ સાથે થયો દગો, પુલ પરથી નીચે ફેંકી દીધો

ફાઈલ તસવીર

હું રેલ્વે પુલ પાસે ઉભો હતો ત્યારે મારા પગ પકડી ઉઠાવીને મને નીચે ફેંકી દેવાયો હતો. આશરે પાંત્રીસ ફુટ નીચે હું પટકાયો હતો.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબીના (morbi) મકનસરમાં રહેતાં 34 વર્ષીય મહેશભાઇ તુલસીભાઇ પરમાર નામના યુવાનને વાંકાનેરમાં રેલ્વે પુલ (vankaner railway bridge) પરથી નીચે ફેંકી દેવાતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot civil hospital) ખસેડાયો છે.

  આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે MLC નોંધ કર્યા બાદ વાંકાનેર પોલીસને આ બનાવની જાણ કરી હતી. મહેશભાઇએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને પુલ પરથી મકનસર પ્રેમજીનગરના કુલદીપ રાઠોડ, સુમિત રાઠોડ, ચિરાગ રાઠોડ અને પોતાની પત્નિ ભારતીએ નીચે ફેંકી દીધાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી નોંધાવાઇ હતી જેમાંમહેશભાઇ સિરામીકમાં નોકરી કરે છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

  આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

  તેણે રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે મારી પત્નિનું નામ ભારતી છે. મારે સંતાનમાં બે દિકરી છે. મારી પત્નિને કુલદિપ ભગાડી ગયો હતો. સાથે એક દિકરીને પણ લઇ ગયો હતો.

  આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડતી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

  આ પણ વાંચોઃ-ધો.7ના વિદ્યાર્થી સાથે પરિણીત મહિલાને થયો પ્રેમ, ત્રણ બાળકો અને પતિને છોડી થઈ ફરાર

  કુલદિપ અને મારી પત્નિ સુરત તરફ હોવાની ખબર પતાં હું મારા સગા, કુલદિપના ભાઇઓ કાર લઇને સુરત ગયા હતાં બંનેને ત્યાંથી પરત લાવી રહ્યા હતાં ત્યારે વાંકાનેર રેલ્વે પુલ પાસે સાંજે સાડા સાતેક વાગ્યે પહોંચ્યા ત્યારે લઘુશંકા માટે કાર ઉભી રખાવાઇ હતી.
  આ વખતે હું રેલ્વે પુલ પાસે ઉભો હતો ત્યારે મારા પગ પકડી ઉઠાવીને મને નીચે ફેંકી દેવાયો હતો. આશરે પાંત્રીસ ફુટ નીચે હું પટકાયો હતો. દેકારો થતાં રિક્ષાચાલકો અને બીજા લોકો ભેગા થઇ જતાં કુલદિપ સહિતને પકડી લેવાયા હતાં અને કોઇએ 108 બોલાવતાં મને વાંકાનેર સારવાર અપાવી બાદમાં રાજકોટ ખસેડાયો હતો.

  મહેશના આક્ષેપો અંગે વાંકાનેર પોલીસે રાજકોટ પોલીસે આપેલી નોંધ બાદ ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે જેમાં ભોગબનનાર યુવક મહેશન પરિવારજનોએ કહ્યું હતું કે જો લોકો ભેગા ન થયા હોત તો કદાચ મહેશને ફેંકી દવાયો હોવાની ખબર પણ પડી ન હોત ત્યારે આ  મામલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published: