મોરબી: ચાર શિક્ષક સામે એટ્રોસિટીની ફરિયાદ, શિક્ષણ જગતમાં રોષ, 300 શાળાઓ હડતાળ પર

News18 Gujarati
Updated: February 2, 2019, 8:55 PM IST
મોરબી: ચાર શિક્ષક સામે એટ્રોસિટીની ફરિયાદ, શિક્ષણ જગતમાં રોષ, 300 શાળાઓ હડતાળ પર
મોરબી જિલ્લાની 300થી વધુ શાળા કોલેજો સજજડ બંધ રહ્યા બાદ આ મુદ્દે ખાનગી શાળાના સંચાલકોએ કલેક્ટર અને એસપીને આવેદન પત્ર પાઠવી ખોટી ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે

મોરબી જિલ્લાની 300થી વધુ શાળા કોલેજો સજજડ બંધ રહ્યા બાદ આ મુદ્દે ખાનગી શાળાના સંચાલકોએ કલેક્ટર અને એસપીને આવેદન પત્ર પાઠવી ખોટી ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે

  • Share this:
મોરબી ટંકારાની ખાનગી શાળાના સંચાલક અને ચાર શિક્ષકો વિરુદ્ધ કોઈપણ જાતની તપાસ વગર એસ્ટ્રોસિટી ફરિયાદ દાખલ કરવામાં આવતા મોરબીના શિક્ષણ જગતમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે અને આ મામલે આજથી જિલ્લાની ૩૦૦થી વધુ ખાનગી શાળાઓ અચોક્કસ મુદત માટે બંધ કરી દેતા મોરબી જિલ્લામા ખળભળાટ મચી ગયો છે. આજે મોરબી જિલ્લાની 300થી વધુ શાળા કોલેજો સજજડ બંધ રહ્યા બાદ આ મુદ્દે ખાનગી શાળાના સંચાલકોએ કલેક્ટર અને એસપીને આવેદન પત્ર પાઠવી ખોટી ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે, તો ભોગ બનનારના વાલીઓ અને અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા પણ સીસીટીવીના આધારે બપોર બાદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવું જણાવ્યું છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની લાઈફ લિંક સ્કુલના ૪ શિક્ષકો અને સંચાલક ઉપર તપાસ કર્યા વિના ઍટ્રોસિટીનાં કાયદાનો દુર ઉપયોગ કરી ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવતા મોરબી જિલ્લાની તમામ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ આજથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો મોરબી જીલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો છે. જેના પગલે આજે મોરબી જિલ્લાની તમામ નાની મોટી ખાનગી શાળા અને કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યારે ખાનગી શાળા કોલેજોએ અચોક્કસ મુદત માટે બંધના એલાનથી વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મોરબી જિલ્લાની 300 જેટલી ખાનગી શાળાઓએ રોષપૂર્ણ બંધ પાળી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ મોટી સંખ્યામાં મોરબી જિલ્લાના ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું હતું અને ટંકારાની ખાનગી શાળા સામે થયેલી આ ફરિયાદની તટસ્થ તપાસ કરવા તથા ખોટી રીતે આવી ફરિયાદ ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દરમ્યાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાન જયેશભાઇ ગમીએ જણાવ્યું કે, હાલમાં અચોક્કસ મુદતના બંધન એલાન બાદ આગામી સમયમાં રણનીતિ ધડાશે.

મહત્વની વાત એ છે કે, હાલ મોરબીની ખાનગી શાળાઓમાં ચાલતી દ્વિતીય પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. મોરબી જીલ્લામાં ૧૦ દિવસ પહેલાં કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જોધપરમાં પણ આવી ઘટના બની હતી, જેથી આવી ઘટનાઓ વારંવાર બનાવથી મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ છવાયો હોવાનું ખાનગી શાળાના સંચાલકોએ જણાવ્યું હતું. આ તકે સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, પી.ડી.કાજીયા, અતુલ પટેલ, જયેશભાઇ ગામી, નિલેશભાઈ કુંડારિયા, મહેશ સાદરિયા સહિતનાએ બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢીને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી અને એમ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં દોષીતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ પણ એટ્રોસીટીની કલમનો દૂરપયોગ થવો જોઈએ નહીં.

આ બાજુ, ભોગબનનાર વિધાર્થીઓના વાલીઓ અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા પણ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. વાલીઓ દ્વારા જણાવાયું હતું કે, સીસીટીવીમાં સ્પષ્ટ પણે શિક્ષક વિધાર્થીને ઢોર માર માર્યો હોવાનું દેખાય છે, ત્યારે આગામી સમયમાં આવું ન બને એ માટે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
First published: February 2, 2019, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading