Home /News /kutchh-saurastra /મોરબી : જિંદગી અને મોતના દૃશ્યોનો કરૂણ Live Video, ટ્રેલર નીચે પટકાતા એકનું મોત, એકનો આબાદ બચાવ

મોરબી : જિંદગી અને મોતના દૃશ્યોનો કરૂણ Live Video, ટ્રેલર નીચે પટકાતા એકનું મોત, એકનો આબાદ બચાવ

રીક્ષા સાથે અથડાતા બાઇક સવાર યુવકો પટકાયા, પાછળ આવી રહેલા ટ્રેલરના પૈડા ફરી વળતા એક યુવકનું કમકમાટી ભર્યુ મોત

રીક્ષા સાથે અથડાતા બાઇક સવાર યુવકો પટકાયા, પાછળ આવી રહેલા ટ્રેલરના પૈડા ફરી વળતા એક યુવકનું કમકમાટી ભર્યુ મોત

    અતુલ જોશી, મોરબી : મોરબીના (Morbi) પીપળી રોડ પર (Pipli road) આજે સવારના સુમારે અકસ્માત (Accident) સર્જાયો હતો જેમાં બાઈક સવાર (Bike Rider) યુવાનને રીક્ષાએ ઠોકર માર્યા બાદ ટ્રકનું વ્હીલ ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) થયું છે. અકસ્માતના લાઇવ દૃશ્યો (Live video) સીસીટીવીમાં કેદ (CCTV)થયા છે જેમાં મોતના વિચલિત કરતા દૃશ્યો સામે આવ્યા છે. ટ્રકના કાળમુખા પૈડા નીચેથી જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે એક યુવકનું કરૂણ મોત થયું છે. જિંદગી અને મોતનો આ લાઇવ વીડિયો (video) વિચલિત કરી શકે છે.

    બનાવની વિગતો એવી છે કે મોરબીના પીપળી રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે સવારે પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈકસવારને રીક્ષા સાથે ટક્કર થવા પામી હતી અને અકસ્માતને પગલે બાઈકસવાર પડી ગયો હતો.

    આ પણ વાંચો : સુરત : બૂટલેગરના સરઘસનો Viral Video, 'રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા,' જામીન મળતા મચાવી ધમાલ

    ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રકનું વ્હીલ બાઈકસવાર માથે ફરી વળતા કરુણ મોત થયું હતું મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી બાઈકમાં બે વ્યક્તિ સવાર હતા જેમાં બાઈકચાલકનો આબાદ બચાવ થયો હતો તો બાઈકમાં પાછળ બેસેલ વ્યક્તિનું મોત થયું હતું



    મૃતકની ઓળખ મેળવવા તેમજ ફરિયાદ નોંધવા મોરબી તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે તો અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો તો અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે, આ વીડિયોમાં જિંદગી અને મોતના દૃશ્યો એક સાથે જોવા મળ્યા હતા. જ્યાં એક યુવકનો આબાદ બચાવ તો એકનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.
     

    આ પણ વાંચો : સુરત : ઉલટી ગંગા! પતિની પીટાઈનો Viral Video, રણચંડી પત્નીએ ઘરમાં પૂરી ધોલાઈ કરી

    હેલ્મેટ અચૂક પહેરો, ટ્રાફિકના નિયમો પાળો

    ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં કદાચ હેલ્મેટ પહેરનાર યુવકનો જીવ બચી શક્યો હોત અને ન પણ બચ્યો હોત પરંતુ દ્વી ચક્રી વાહનો ચલાવવાની પહેલી શર્ત હેલમેટ છે. હેલમેટ જિંદગી બચાવી શકે છે ત્યારે આરટીઓનાં નિયમ મુજબ ચાલક અને પિલિયન રાઇડર એટલે કે પાછળ બેસનાર વ્યક્તિએ હેલમેટ પહેરવું અનિવાર્ય છે. આ ઉપરાંત ટ્રાફિકના તમામ નિયમો પાળવા જરૂરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Live Accident, Live video, Morbi, Morbi News, Morbi Pipli Road Accident, Morbi Video, Trcuk Bike Accident Live, ગુજરાતી ન્યૂઝ, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन