Home /News /kutchh-saurastra /

લોકડાઉનઃ ઘરે પુત્રીનો થયો જન્મ, મોરબીમાં પોલીસકર્મી નીભાવે છે નિષ્ઠાપૂર્વક ફરજ

લોકડાઉનઃ ઘરે પુત્રીનો થયો જન્મ, મોરબીમાં પોલીસકર્મી નીભાવે છે નિષ્ઠાપૂર્વક ફરજ

પોલીસકર્મીની તસવીર

મોરબીમાં એડીવીઝનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા જન થયા છતાં પુત્રીનું મોઢું ફક્ત વોટ્સ એપના માધ્યમથી જોઈને સંતોષ મણી લીધો છે.

    અતુલ જોશી, મોરબીઃ અત્યારે કોરોના વાયરસ (coronavirus) સામે લડવા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન (Gujarat lockdown) ચાલી રહ્યું છે ત્યારે પોલીસ પણ પણ પોતાની ફરજ ખડેપગે નીભાવી રહી છે. મોરબીમાં પોતાની ઘરે દીકરીનો જન્મ થયો હોવા છતાં પોલીસકર્મી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વજ બજાવી રહ્યા છે. જેમાં મોરબીમાં એડીવીઝનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા જન થયા છતાં પુત્રીનું મોઢું ફક્ત વોટ્સ એપના માધ્યમથી જોઈને સંતોષ મણી લીધો છે. ત્યારે લોકડાઉનનો અર્થ શું છે એ આ પોલીસકર્મીની ફરજની નિષ્ટ પરથી અંદાજ લગાવી શકાય છે

    મોરબીમાં 1700થી વધુ પોલીસકર્મીઓ લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં વૈશ્વિક મહામારી સામે લડવા માટે પોતાના પરિવાર અને પોતાના સ્વસ્થ્યની પ્રવાહ કર્યા વિના ચોવીસ કલાક ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓનીવેદના પણ અત્યન્ત દયનિય છે જેને કોણ સાંભળે એ પણ જરૂરી છે મોરબીમાં આવા જ એક પોલીસકર્મી પોતાની ફરજ પુરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.

    મોરબી એ ડિવિઝન પોલીસમથકમાં ફરજબજાવી રહેલા પોલીસકર્મી જયપાલભાઈ લાવડિયાના પત્ની ગર્ભવતી હતા તેમ છતાં તેઓએ રજા લીધા વિના લોકડાઉનમાં સતત ફરજ બજાવી હતી અને પોતાની પત્નીને સગાના ઘરે મૂકી આવ્યા હતા પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે એ માટે જયપાલભાઈ લાવડીયા નામના કોન્સ્ટેબલ દ્વારા પોતાની ફરજ માં ગેપ આવ્યો એ દરરમયાન મંજૂરી સાથે નજીકમાં જ આવેલા પોતાના સાગના ઘરે મૂકી આવ્યા હતા.

    જોકે જયપાલભાઈ ના ઘરે બે દિવસ પૂર્વે જ દીકરીનો જન્મ થયો છે પરંતુ આજદિન સુધી જયપાલભાઈ પોતાની પુત્રીનું મુખ ફક્ત વોટ્સ એપ મારફતે જ જોઈ શક્ય છે ત્યારે લોકોની સેવા કરતા કરતા મોરબીમાં ફરજ બજાવી રહેલા જયપાલ લાવડીયા કોરોના યોદ્ધાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    લોકોએ પણ આ પોલીસકર્મીના જુસ્સાને વધારવો જોઈએ અને લોકડાઉનનું પાલન કરુઓ જોઈએ આવા અનેક પોલીસકર્મીઓ પોતાના પરિવારના સમસસ્યાઓને નેવે મૂકીને લોકો માટે ખરા તડકે રોડ પાર ફરજ બજાવી રહ્યા છે. તેને સાથ આપવો જોઈએઅને લોકડાઉંનનું સંપૂર્ણ પણે પાલન કરવી જોઈએ ત્યારે મોરબીએસપી ડો કરનરાજ વાઘેલા એને મોરબી એ ડિવિઝન પીઆઇ આર જે ચૌધરીએ પણ પોલીસ કોન્સ્ટેબલ જયપાલ લાવડીયાની ફરજ નિષ્ઠા અને નૈતિકતાને બિરદાવી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, COVID-19, Lockdown, Morbi, Police man, ગુજરાત

    આગામી સમાચાર