અતુલ જોષી, મોરબી: રાજ્યમાં મસમોટી લૂંટની (Morbi Loot) ઘટના સામે આવી છે. મોરબીના દલવાડી સર્કલ પાસે વી.પી આંગડિયા પેઢીનું પાર્સલ ચાર શખ્સો આવીને લૂંટી ગયા છે. જેમાં 1.20 કરોડની લૂંટ કરવામાં આવી છે. આ પાર્સલ રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં આવ્યુ હતુ. સફેદ કારમાં સવાર મનિષ પટેલ નામના વ્યક્તિ પાસેથી બુકાનીધારી આ પાર્સલ લઇને ફરાર થઇ ગયા છે. હાલ મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે.
આ લૂંટને કારણે મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત નાકાબંધી કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, આ લૂંટ સમયે આ બુકાનીધારીઓના હાથમાં હથિયારો પણ દેખાતા હતા. હાલ મોરબી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એ ડિવિઝન, LCB અને SOG સહિતની તપાસમાં જોડાઇ છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપવા નાકાબંધી તથા સીસીટીવીની મદદ લાવમાં આવી રહી છે. કરવાંમાં આવી હતી.
થોડા સમય પહેલા સુરતમાં પણ આંગડિયા પેઢીમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો. શહેરના વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલી શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાં ભર બપોરે લૂંટારૂઓ ત્રાટકતા ભાગદોડ મચી હતી. પોલીસને મળેલી માહિતી પ્રમાણે, 7થી 8 લૂંટારૂઓ લક્ઝુરિયસ કારમાં લૂંટ કરવા આવી હતી. જેમની પાસે રિવોલ્વર જેવું હથિયાર પણ હતું. લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી રૂપિયા ભરેલા ત્રણ થેલા લઈ ફરાર થઈ ગયા હતા.
લૂંટારૂઓ આંગડિયા પેઢીમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની લૂંટ કરી ભાગી ગયા હોવાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ બાદ સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ સુરત બહાર જવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને લૂંટની ઘટનામાં ઉપયોગમાં લીધેલી કાર પાંડેસરા મેઈનરોડ પરથી કબજે કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર