ઠગ પત્ની : મોરબીમાં યુવાન સાથે મહારાષ્ટ્રની કન્યા પરણી, 6 મહિના બાદ 3.16 લાખ લઈ રફુચક્કર

News18 Gujarati
Updated: January 21, 2020, 3:19 PM IST
ઠગ પત્ની : મોરબીમાં યુવાન સાથે મહારાષ્ટ્રની કન્યા પરણી, 6 મહિના બાદ 3.16 લાખ લઈ રફુચક્કર
પ્રતિકાત્મક તસવીર

લગ્નના નામે નાગપુરની પત્ની સહિત 3 ઈસમોની ટોળકીએ છેત્તરપિંડી કર્યાની ફરિયાદ

  • Share this:
અતુલ જોષી, મોરબી : મોરબીમાં લગ્ન કરવા નામે એક યુવાન નાગપુરની ટોળકીની છેતરપીંડીની કરતૂતનો ભોગ બન્યો છે.જેમાં યુવાને નાગપુરની યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ તેની પત્ની અને અન્ય બે ઈસમોએ તેની પાસેથી રૂ.૩.૨૬ લાખ ખંખેરી લીધા હતા.બાદમાં પત્ની પિયરે જતા તેને તેડવા ગયેલા યુવાનને પૈસા પડાવવા માટે આ લગ્ન કરાવ્યા હોવાનું કહીને ત્રણેય શખ્સો તેને હાંકી કાઢ્યો હતો.અંતે મોરબી આવીને યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિપેનભાઇ અનંતરાય કરથીયા ઉ.વ.40 ધંધો-ડ્રાઇવીંગ રહે.મોરબી ગ્રીનચોક કંસારા શેરી લપસીયાની બાજુમા મોરબી વાળાએ અનીતાબેન બાબુનાથ ચૌહાણ, સુનીતા ઓમપ્રકાશ વાઘમરે , ઓમપ્રકાશભાઇ રહે.બધા નાગપુર (મહારાષ્ટ્ર) સામે ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપીઓએ લગ્ન કરવા માટે ફરીયાદિને વિશ્વાસમા લઇ આરોપી સુનીતા ઓમપ્રકાશ વાઘમરે , ઓમપ્રકાશભાઇએ ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે કટકે કટકે રૂ.2,64,000 રોકડ રકમ મેળવી લઇ આરોપી અનીતાબેન બાબુનાથ ચૌહાણ સાથે લગ્ન કરાવી લીધા હતા.

આ પણ વાંચો :  રાજકોટની ભાગોળે પહેલી વાર સિંહોના ધામા, વનરાજોએ વડાળી ગામે મારણ કર્યુ

લગ્ન બાદ યુવતી પતિ સાથે છ મહિના રહી રફુચક્કર થઈ ગઈ

બાદમાં આ યુવતી પતિ સાથે છ માસ જેટલો સમય રોકાઇ બાદ ફરિયાદીએ આપેલ સોના ચાંદિના દાગીના કીમત રૂ.62,800 ના લઇને નાગપુર પોતાના વતન જતી રહી હતી.આથી ફરી ફરીયાદી પોતાના પત્નિને તેડવા નાગપુર ગયો હતો.ત્યારે અન્ય બે આરોપીઓએ આ યુવતીના પૈસા તથા દાગીના લેવા માટે લગ્ન કરેલ હતા તેવુ જણાવી ફરિયાદીને તગડી મુક્યો હતો.આથી મોરબી આવ્યા બાદ યુવાને તેની પત્ની સહીત ત્રણ શખ્સો સામે સામેં કૂલ રૂ.3,26,800 મેળવીને છેતરપીડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

 
First published: January 21, 2020, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading