મોરબીઃ વૃદ્ધ દંપતીએ દવા પીને સજોડે કરી આત્મહત્યા, આ ઉંમરે કેમ કરવો પડ્યો આપઘાત?

મોરબીઃ વૃદ્ધ દંપતીએ દવા પીને સજોડે કરી આત્મહત્યા, આ ઉંમરે કેમ કરવો પડ્યો આપઘાત?
વૃદ્ધ દંપતીએ કરી આત્મહત્યા

મોરબીની અવની ચોકડી નજીક આવેલ શ્યામ પાર્કમાં રહેતા 59 વર્ષીય હસમુખભાઈ અમરશીભાઈ કોટડીયા અને તેના 53 વર્ષીય પત્ની હીરાબેન હસમુખભાઈ કોટડીયા નામના વૃદ્ધ દંપતીએ ઘરે ઝેરી દવા પી લેતા બંનેનું મોત નિપજ્યું હતું.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ આત્મહત્યાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે મોરબીમાં (Morbi) પણ આત્મહત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. અહીં એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા (Old cuople suicide) કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરીજનોએ હોસ્પિટલ (Hospital) ખસેડ્યા હતા. જોકે, તેમનો મૃત જાહેર કર્યા હતા. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી અકબંધ છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથધરી છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની અવની ચોકડી નજીક આવેલ શ્યામ પાર્કમાં રહેતા 59 વર્ષીય હસમુખભાઈ અમરશીભાઈ કોટડીયા અને તેના 53 વર્ષીય પત્ની હીરાબેન હસમુખભાઈ કોટડીયા નામના વૃદ્ધ દંપતી આજે શુક્રવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બંનેનું મોત નિપજ્યું હતું.  આ બનાવની જાણ થતાં પરિવારજનોએ બન્ને મૃતદેહોને મોરબીની સિવિલમાં હોસ્પિટલમાં ખસેડયા હતા. દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને દંપતીએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

  ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પણ તાજેતરમાં એક યુવકે આત્મહત્યા કરી હતી. શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રુખડિયા પરામાં રહેતા સાગર બાબુભાઈ મકવાણા નામના યુવાને પોતાના ઘરે પંખે દોરડું બાંધી ગળાફાંસો ખાધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર સાગર બે ભાઈઓમાં નાનો ભાઈ હતો તેમજ તે મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. સાગરની બે વર્ષ પહેલા હાપા ગામ ખાતે થઈ હતી.

  આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ સિઝનના પહેલા વરસાદથી પાવાગઢ ડુંગરના પગથિયાઓ પર વહી 'નદી', જુઓ નયનરમ્ય video

  ત્યારે પરિવાર જનોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનના કોરોનાના કારણે બે વર્ષથી લગ્નની તારીખ નક્કી ન થતાં તે બાબતથી તે કંટાળ્યો હતો. જેના કારણે તેની લાગી આવતા તેને આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે સમગ્ર બનાવની જાણ પ્રદ્યુમન નગર પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથેજ મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ માં આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.  જ્યારે કે અન્ય એક બનાવ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા કણકોટના વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઈ મકવાણા નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. રાજેશની લાશને ઘરમાં લટકતી જોતા પરિવારજનો એ તાત્કાલિક અસરથી 108ને ફોન કર્યો હતો. 108ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
  Published by:ankit patel
  First published:June 18, 2021, 18:11 IST

  ટૉપ ન્યૂઝ