Home /News /kutchh-saurastra /મોરબી પોલીસે વાકાનેરનાં ભાયાતી જાંબુડિયા નજીક ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ સાથે એક ઇસમને પકડી પાડયો

મોરબી પોલીસે વાકાનેરનાં ભાયાતી જાંબુડિયા નજીક ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ સાથે એક ઇસમને પકડી પાડયો

મોરબી પોલીસે

Morbi Police: રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ પર ખાસ ડ્રાઈવ યોજી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા બે વર્ષ માં પકડવામાં આવ્યું છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી સાંજે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે રાજસ્થાની ઇસમને બાતમીના આધારે પકડી પાડ્યો છે.

વધુ જુઓ ...
    અતુલ જોશી, મોરબી: રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ પર ખાસ ડ્રાઈવ યોજી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા બે વર્ષ માં પકડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી ડીવાયએસપી પી.એ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડી.એમ ઢોલની ટીમ દ્વારા ગત મોડી સાંજે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે રાજસ્થાની ઇસમને બાતમીના આધારે પકડી પાડ્યો છે.

    મોરબીના ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ


    મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની બદી ફેલાતી હોવાની ચર્ચાઓ વચ્ચે મોરબી એલસીબી ટીમનાં નંદલાલ વરમોરા અને સુરેશભાઈ હુંબલને બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનનાં બાડમેર જીલ્લાનો વતની અને હાલ વાકાનેર તાલુકાના ભાયાંતી જાંબુડિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં રહી કામ કરતા ઓમપ્રકાશ હનુમંતરામ જાટ વેચાણ માટે એમડી ડ્રગ્સનો જથ્થો માગવીને રાખેલ છે.

    આ પણ વાંચો: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

    MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો


    જેથી મોરબી એલસીબી પીઆઈ ડી.એમ ઢોલ,પીએસઆઈ કે.જે ચૌહાણ, પીએસઆઇ એન.એચ ચુડાસમા, પીએસઆઇ, એ.ડી જાડેજા સહિતની ટીમ અને એલસીબીનાં અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા આં કંપની પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રાજસ્થાનનાં બાડમેરનો વતની ઓમપ્રકાશ હનુમંતરામ જાટ પાસેથી 150 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ જથ્થો વેચાણ માટે બાડમેરથી પોતાની સાથે લાવ્યો હોવાની ચોકાવનારી કબૂલાત આપી હતી.

    આ પણ વાંચો: કેવી રીતે ખાડામાં ખાબક્યો હતો યુવક? ઘટનાના Live CCTV

    મોરબી પોલીસે કાર્યાવાહી હાથ ધરી


    ઉલ્લેખનીય છે કે, આ જથ્થો કોની પાસેથી લઇ આવ્યો હતો? મોરબી જીલ્લામાં કોને કોને સપ્લાય કરવાનો હતો? છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર ચાલે છે? મોરબીના કોઈ વ્યક્તિની સંડોવણી આ ગુનામાં છે કે કેમ? વગેરે તપાસ મોરબી એલસીબી અને એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા સહિતની ટીમ દ્વારા આગળની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Drugs Case, Morbi News, Morbi Police, ગુજરાત

    विज्ञापन