મોરબીઃ 30 ઓક્ટોબરે મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ તૂટ્યાની દુર્ઘટના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. ત્યારે વડાપ્રધાન મોદીએ મોરબીમાં સારવાર લઇ રહેલા દર્દીઓની મુલાકાત લઇને હિંમત આપી હતી. વડાપ્રધાન મોદીએ 36 વર્ષના અશ્વિન હડિયાળ નામના યુવાન સાથે પણ વાત કરીને ખબર અંતર પૂછ્યા હતા. અશ્વિન નામના યુવાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ દુર્ઘટના બાદ તો તેને બ્રિજ જોઇને પણ ડર લાગે છે. આ ભયને તબીબોની ભાષામાં ગેફાયરોફોબિયા (Gephyrophobia) કહેવામાં આવે છે. આનો અર્થ થાય છે કે, વ્યક્તિને પુલ પાર કરવામાં ધણી જ બીક લાગવી.
શું છે આ બીમારી?
અશ્વિને એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પુલ વર્ષોથી તેના માટે હેંગઆઉટનું મનપસંદ સ્થળ હતું. અશ્વિને જણાવ્યુ કે, તે ઘણાં સમયથી ઝૂલતો પુલ ખુલવાની રાહ જોઇ રહ્યો હતો. પરંતુ તે તૂટ્યા બાદ તેની અંદર એક ડર ઘર કરી ગયો છે. જેને તબીબની ભાષામાં ગેફાયરોફોબિયા (gephyrophobia) કહેવામાં આવે છે.
આ વ્યક્તિએ જણાવ્યુ કે, 'મને નથી લાગતું કે હવે હું ક્યારેય પણ કોઈ પણ પુલ પર જઈ શકીશ. અશ્વિન મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરે છે. રવિવારે અશ્વિન તેના મિત્રો સાથે ઝૂલતા પુલ પર ગયો હતો. 'પુલ પર મેં આટલી વધારે ભીડ પહેલા ક્યારેય નહોતી જોઈ. લોકો પોતાની મસ્તી માટે પુલને હલાવી રહ્યા હતા.' તેણે વધુમાં જણાવ્યુ કે, પુલ પર વધારે ભીડ હતી.
" isDesktop="true" id="1277191" >
તેમણે જણાવ્યું કે, મેં મારી આંખોની સામે લોકોને પાણીમાં ડૂબતા જોયા. આ ભયાનક દ્રશ્યને હું ક્યારેય પણ નહીં ભૂલી શકું. તેમણે પોતાના બચાવની વાત કરતા જણાવ્યુ કે, અમે સાતથી આઠ લોકો પુલની જાળી પકડીને લગભગ 7થી 8 મિનિટ સુધી બેસી રહ્યા. ત્યાર બાદ અમે પુલના એક કિનારે પહોંચ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર