અતુલ જોશી મોરબી : મોરબી (Morbi) કોર્ટમાં (Court) કેસમાં હાજરી આપવા આવેલા આરોપીએ (Accused) મેજિસ્ટ્રેટ (Megistrate) સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અપશબ્દો બોલી વકીલ (Lawyer) પર હુમલો કરતા પોલીસ (Police) ફરીયાદ (complain) થઈ છે. મોરબીની ચીફ જયુંડિશયલ મેજી.ની કોર્ટમાં ફરજ બજાવતાં અહેમદ હુસેન ઈસાભાઈ માલવત નામના કર્મચારીએ મોરબી બી ડીવીઝન પોલીસમથકે મોરબીના મૂળજી દેવજી સોલંકી નામના ઈસમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ ની પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમાં કર્મચારી એ ફરીયાદ કરી છે કે મોરબી કોર્ટના ફોજદારી કેસ ન.7325/19 ના કેસમાં રાજેશ કલ્યાણજી ભાઈ ચૌહાણ,રામજી માવજીભાઈ પરમાર અને મૂળજી દેવજીભાઈ સોલંકી આરોપીઓ તરીકે છે અને કોર્ટ દ્વારા સમગ્ર દૈનિક બોર્ડનું કોલ આઉટ ચાલુ હતું ત્યારે આ આરોપીઓના પોકાર કરવામાં આવેલ હતો.
જેથી આ આરોપીઓ કોર્ટ સમક્ષ આજે તારીખ હોય હાજર થતા આ આરોપીઓને કોર્ટ સમક્ષ પોતાના વકીલ મારફત રજુઆત માટે ઉપસ્થિત થવા કોર્ટે જણાવ્યું હતું જે બાદ કોર્ટે પોતાની રોજિંદી કામગીરી અન્ય કેસો માટે ન્યાયિક કાર્યવાહી આગળ શરૂ કરી હતી એ સમયગાળા દરમિયાન આરોપી મુળજીભાઈ દેવજીભાઈ સોલંકી કોર્ટની કાર્યવાહીમાં ઉભા થઈ અને ભરી કોર્ટમાં " તારીખ કેમ નથી આપતાં, મને કેમ બેસાડી રાખો છો ? પૈસા લઈને તમે માણસાઈ મૂકી દીધી છે કુદરત નહીં છોડે હું તને ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ, તેમ વાણી વિલાસ કરી કોર્ટમાં ઉપસ્થિત પક્ષકારો અને સ્ટાફની હાજરીમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કરી,હું તને જોઈ લઈશ" તેવી ધમકી આપી હતી.
આરોપીના આ વા ગરવર્તણૂક ના કારણે કોર્ટની અન્ય કામગીરી ને નોંધપાત્ર રીતે અસર થયેલ છે અને કોર્ટની ગરીમા ને પણ લાંછન લાગ્યું છે સાથે જ આરોપીએ ઈરાદાપૂર્વક પ્રિસાઇડીગ ઓફિસરનું તથા કોર્ટનું અપમાન કરેલ છે અને સમગ્ર કોર્ટની કાર્યવાહી ને અડચણ ઉભી થાય એવું કૃત્ય કરયા બાદ આરોપી મુળજીભાઈ સોલંકી કોર્ટમાં બેભાન થઈ પડી જવાનું નાટક કર્યું હતું અને બાદમાં સુતા સુતા મોબાઈલમાં વાતો કરતા હતા જો કે કોર્ટ દ્વારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108 ના સ્ટાફે આવું આરોપીને સ્ટેચર પર લઈ જવાનો પ્રયત્ન કરવા છતાં આરોપીએ મેડિકલ ટીમને પણ સહકાર આપ્યો ન હતો.
વકીલનો કાંઠલો ઝાલી લાફો ઝીંકી દીધો
બાદમાં મહામુસીબતે આરોપીને સારવાર અર્થે સ્ટેચર મારફતે લઈ જવામાં આવતા હતા ત્યારે કોર્ટના પરિસરમાં પ્રેક્ટિસ કરતાં સીનીયર વકીલ એમ.આર.ઓઝા ને પણ સ્ટેચર માંથી કાંઠલો (શર્ટના કોલર) પકડી લાફો ઝીકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અપશબ્દો બોલી જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના કોર્ટ ખંડમાં રહેલા સીસીટીવી ફૂટેજ તથા ગ્રાઉન્ડ ફ્લોર ઓર રહેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયેલ છે એટલું જ નહીં આરોપી મુળજીભાઈ સોલંકી જે કેસમાં આજે તારીખ ભરવા કોર્ટમાં આવી અને આવું કૃત્ય કર્યું હતું એ ફોજદારી કેસ ન.7325/19 માં પણ આ બનાવની નોંધ કરવામાં આવી છે.
જો કે આ ચકચારી બનાવ બાદ કોર્ટમાં સંન્નાટો વ્યાપી ગયો હતો કોર્ટ કર્મચારીની ફરિયાદ પરથી મોરબી સીટી બી ડીવીઝન ઈન્ચાર્જ પીઆઈ આઈ એમ કોંઢીયાએ મુળજીભાઈ સોલંકી વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી ને અસર થાય એ રીતે જાહેર સેવકની પોતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ઈરાદાપૂર્વક અપમાન કરી જ્યુડિશિયલ પ્રોસીડીગ માં અંતરાય ઉભો કરી અપશબ્દો બોલી કોર્ટ પરિસરમાં પ્રેક્ટિસ કરતાં કોર્ટ ઓફિસર એમ.આર.ઓઝાને અપશબ્દો બોલી લાફો મારી માર મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ને કોર્ટ સંકુલમાં ભયનું વાતવરણ ઉભું કર્યુ છે.
જેથી આઈપીસી કલમ 186,228,323,504,506(2) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી મોરબી સીટી બી ડીવીઝન ઈન્ચાર્જ પીઆઇ આઈ.એમ.કોંઢીયાએ હાથ ધરી છે ઈન્ચાર્જ પીઆઇ આઈ એમ કોંઢીયા પણ કાયદાના ચાણક્ય ગણવામાં આવે છે ત્યારે અનેક અઘરી તપાસોમાં કામ કરતા મોરબી બી ડીવીઝન ઈન્ચાર્જ પીઆઈ અને સીપીઆઈ આઈ.એમ.કોંઢિયા ચાણક્ય સાબિત થશે તેમાં કોઈ નવાઈની વાત નથી.
" isDesktop="true" id="966039" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર