મોરબી : દુષ્કર્મ બાદ યુવતીની હત્યા, લાશને સળગાવી નાખી

આરોપી કડીયા કામ માટે યુવતીને સાથે લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરીને તેણીની હત્યા કરી નાખી હતી.

News18 Gujarati
Updated: June 4, 2019, 10:50 AM IST
મોરબી : દુષ્કર્મ બાદ યુવતીની હત્યા, લાશને સળગાવી નાખી
સળગાવી દેવાયેલો મૃતદેહ
News18 Gujarati
Updated: June 4, 2019, 10:50 AM IST
અતુલ જોશી, મોરબી : મોરબીમાં સર્કિટ હાઉસ પાછળથી સળગેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ મૂળ મધ્ય પ્રદેશની યુવતીનો હોવાનું ખુલ્યું છે. યુવતી મોરબીના વીસીપરા વિસ્તારમાં પોતાના પિતા સાથે રહેતી હતી. આ મામલે મૃતક કેપાબેન મુણીયાના પિતાએ રવિ દલવાડી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે રવિ દલવાડીએ કડીયા કામે લઈ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદમાં ગળેટૂંપો દઈને તેણીની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહને સળગાવી નાખ્યા હતો.

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સોમવારે સામાન્ય તકરારમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યાં એક પરપ્રાંયિત યુવતી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે. એક પછી એક હત્યાના બનાવ બાદ શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગર ટાવર વાળી શેરીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના મેશભાઈ તાજસીંગે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી કેપાબેન મુણીયા (ઉ.વ. 25)ને આરોપી રવિભાઈ દલવાડી કડિયા કામ માટે લઈ ગયો હતો. જ્યાં દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ કપડાંથી તેણીને ગળેટૂંપો આપી દીધો હતો.

આરોપીએ લાશની ઓળખ ન થાય તે માટે તેને સળગાવી દીધી હતી. યુવતીનો સળગી ગયેલી હાલમાં મૃતદેહ મોરબીના સક્રિટ હાઉસના પાછળના ભાગમાંથી રહેણાંક વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. યુવતીની ઓળખ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...