Home /News /kutchh-saurastra /Morbi News: લ્યો બોલો, ભર ઉનાળે જીવાદોરી સમાન મચ્છુ-2 ખાલી કરાશે, કારણે જાણીને નવાઇ લાગશે!

Morbi News: લ્યો બોલો, ભર ઉનાળે જીવાદોરી સમાન મચ્છુ-2 ખાલી કરાશે, કારણે જાણીને નવાઇ લાગશે!

ભર ઉનાળે મચ્છુ ડેમ ખાલી કરાશે

ડેમના અમુક દરવાજા રીપેરીંગ કરવા પડે એમ હોય ભર ઉનાળે તંત્ર દ્વારા ડેમ ખાલી કરવાનો આકરો નિર્ણય લેવો પડ્યો

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
Pratik kubavat , morbi : મોરબીમાં મચ્છુ જળ હોનારત બાદ મચ્છુ ડેમ નવો બનાવ્યાના 33 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મચ્છુ ડેમના રીપેરીંગ માટે આ ડેમ ખાલી કરીને 1400 એમસીએફટી પાણી આજી-3માં અને મચ્છુ નદીમાં વહેવડાવામાં આવશે. જો કે આ ડેમ ખાલી કરવાના નિર્ણય લેવાયા બાદ મોરબી માટે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન ચાલી રહ્યું છે. 15 એપ્રિલ બાદ ગમે ત્યારે ડેમના દરવાજાનું રીપેરીંગ કાર્ય કરવા માટે ડેમ ખાલી કરાશે. ત્યારે મોરબીની જરૂરિયાત પૂરી કરવા માટે 100થી 150 ક્યુસેક નર્મદાનું પાણી ફાળવવા માંગ કરવામાં આવી છે.

મોરબી શહેર અને આસપાસના ગામોની પીવાની તેમજ સિંચાઈની સુવિધા પૂરી પડતો સૌરાષ્ટ્રનો મોટો મધર ડેમ તરીકે જાણીતો અને સૌની યોજના સાથે લીક ધરાવનાર મહાકાય મચ્છુ ડેમ -2 વર્ષ 1979માં તૂટ્યા બાદ નવો બનાવવામાં આવ્યો હતો.જેમાં આ ડેમમાં નવા 20 દરવાજા બનાવવામાં આવ્યા હતા અને જૂના 18 દરવાજા યથાવત રાખવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરીને વાંચો,...Famous Food: પાણીપુરીને ટક્કર આપવા બજારમાં આવી 'આયુર્વેદીક જલપુરીકા', એવી મજા આવશે કે વાત ન પુછો!

ત્યારે આ ડેમ નવો બન્યાને 33 વર્ષ પછી ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. ડેમના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડેમના પાંચ દરવાજા નબળા પડી ગયા છે. એટલે આ દરવાજા બદલવાની કામગીરી માટે હાલ ભર ઉનાળે મચ્છુ ડેમ ખાલી કરવાની નોબત આવી છે. આ અંગે સિંચાઈ અધિકારી સાવલિયાએ જણાવ્યું હતું કે, મચ્છુ ડેમ-2ના પાંચ દરવાજાને બદલવાના અને બાકીના દરવાજાની મજબૂતાઈ વધારવાની કામગીરી કરવા માટે આ ડેમના પાટિયા ખોલી પાણી છોડવામાં આવશે.

આ ડેમ ખાલી કરવાનો હોય અને હાલ બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી મોરબી ઉપર ભર ઉનાળે જળસંકટ ન તોળાઈ તે માટે નમર્દાની કેનાલ મારફત પાણી મેળવી મોરબીને પાણી આપવાનું આયોજન ગોઠવાય રહ્યું છે. જોકે આ ગોઠવણમાં ક્યાંય ખામી રહે અને નર્મદાની કેનાલ ચાલુ ન રહે તો મોરબીમાં વિકટ પાણીની સમસ્યા સર્જાશે. જો કે ડેમ રીપેરીંગ માટે ખાલી કરવાના કારણે મોરબી તાલુકામાં ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી આ વખતે નહિ મળે તેવી સ્થિતિ સર્જાય છે.

ડેમ ખાલી થયા બાદ પણ મોરબીને 15 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં રહશે
મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ-2 ડેમની જળસંગ્રહ શક્તિ 2400 એમસીએફટી છે અને હાલમાં મચ્છુ-2 ડેમમાં 1400 એમસીએફટી જેટલો જળજથ્થો ઉપલબ્ધ છે જેમાં દરવાજાની રીપેરીંગ કામગીરીને કારણે મચ્છુ ડેમ ખાલી કરાયા બાદ પણ મોરબીને 15 દિવસ સુધી પાણીની ખેંચ નહીં પડે, હાલમાં મોરબી અને આસપાસના ગામ માટે દૈનિક 9 એમસીએફટી આસપાસ પાણી ઉપાડવામાં આવે છે ત્યારે મચ્છુ-2ના રીપેરીંગ પૂર્વે મોરબી શહેર માટે પાણી વિતરણ વ્યવસ્થા ભાંગી ન પડે તેવું આગોતરું આયોજન કરવા અધિકારીઓ મથામણ કરી રહ્યા છે.

15 એપ્રિલથી 1 મેં વચ્ચે ગમે ત્યારે ડેમ ખાલી કરવામાં આવશે : 4 કરોડના ખર્ચે ડેમ રિપેર થશે

મચ્છુ -2 ડેમના દરવાજાના રિપેરીગ માટે આ ડેમ આખો ખાલી કરવામાં આવશે. જેમાં 15 એપ્રિલથી 1 મેં વચ્ચે ગમે ત્યારે ડેમ ખાલી કરીને રિપેરીગ કરાશે.આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પુરી થઈ ગઈ છે અને 4 કરોડના ખર્ચે રિપેરીગ કરાશે.અત્યારે ડેમના દરવાજાને રિપેરીગ કરવું જરૂરી હોય નહિતર ચોમાસામાં ભારે મુશ્કેલી પડે તેવી સ્થિતિ હોવાથી એક મહિના સુધીમાં આ રિપેરીગ કામ પૂર્ણ કરી લેવામાં આવશે.

મોરબીની પાણીની જરૂરિયાત પૂરી કરવા કલેકટરે રજુઆત કરેલી

સિંચાઈ અધિકારી સાવલિયાએ જણાવ્યું હતું કે, ડેમ ખાલી થાય ત્યારે મોરબીની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પાણી પુરવઠા, નર્મદા નિગમ અને મોરબી જિલ્લા પાણી સમિતિમાં મુદ્દો ચર્ચાયો હતો. આથી જિલ્લા કલેકટરે નર્મદા વિભાગને રજુઆત કરી હતી કે, મચ્છુ ડેમનું રિપેરીગ થાય તે દરમિયાન મોરબીની પાણીની જરૂરિયાત 100થી 150 ક્યુસેક આવક આપવામાં આવે.જેથી મોરબીની આશરે 3 લાખની જનતાને પીવા માટે વલખા મારવા નહિ પડે. જો મોરબી બ્રાન્ચ કેનાલમાંથી પાણી નહિ આપવામાં આવે તો મોરબી ઉપર ગંભીર જળસંકટ તોળાઈ શકે છે.



મચ્છુ ડેમમાં હાલ 50 ટકા જેવું પાણી સંગ્રહિત

મચ્છુ ડેમમાં હાલ 50 ટકા જેટલું એટલે કે, 1400 એમસીએફટી પાણી આ ડેમમાં છે. ડેમ ખાલી થાય ત્યારે પાણીનો વેડફાટ નહિ થાય, મચ્છુ ડેમ સૌની યોજના સાથે જોડાયેલ હોવાથી સૌની પાઇપલાઇન મારફત મચ્છુ ડેમનું પાણી આજી -3 ડેમમાં ઠાલવી દેવાશે અને બાકી પાણી બચશે તે પૈકી થોડું ઘણું મચ્છુ નદીમાં વહાવી દેવાશે. બને ત્યાં સુધી સૌની યોજના હેઠળ આ ડેમનું પાણી બીજા ડેમમાં ઠાલવી દેવાશે.ગેઇટ ખોલી નાખ્યા બાદ પણ 135 એમસીએફટી જેવું પાણી રહે છે. જ્યારે મોરબીની જરૂરિયાત છે એ પ્રમાણે નર્મદા કેનાલમાંથી પાણી મચ્છુ ડેમમાં આવે તો મોરબીવાસીઓનો કોઈ વાંધો નહિ આવે.
First published:

Tags: Local 18, Morbi