મોરબી : કાચી ઉંમરના પ્રેમનો કરૂણ અંજામ! પ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો

મોરબી : કાચી ઉંમરના પ્રેમનો કરૂણ અંજામ! પ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો
મોરબી ઝીકીયારે ગામે ઘટી કરૂણાંતિકા, પરિવારો માથે આભ ફાટ્યૂ

19 વર્ષનો યુવક અને 15 વર્ષની સગીરાએ સાથે કૂદકો મારી જીવ આપ્યો હોવાની શક્યતા, મૃતદેહો બહાર કઢાયા

 • Share this:
  અતુલ જોશી, મોરબી : આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં (Love) એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી હાથ ધોઈ રહ્યા છે. દરમિયાન મોરબી (Morbi) પંથકમાં ગઈકાલે એક ચકચારી પ્રકરણ સામે આવ્યું છે. અહીં ઝીકીયારી ડેમમાં યુવક અને સગીરાએ કૂદી અને આપઘાત (Suicide) કરી લીધો છે. બંને વચ્ચે કાચી ઉંમરનો પ્રેમ હોવાની શક્યતા છે.જોકે, મોડી સાંજે રેસ્ક્યૂ ટીમની મદદથી ડેમમાંથી બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મોરબીના ઝીકીયારી નજીક ડેમમાં એક સ્ત્રી અને પુરુષ ડૂબતા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ આદરી હતી જોકે બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા. તો પ્રેમી પંખીડાએ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે તપાસ આદરી છે.

  બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં યુવક અને યુવતી ડૂબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ફાયર ટીમ રેસ્ક્યુ કરે તે પૂર્વે જ યુવક અને યુવતીના મોત થયા હતા તો મૃતક સગીરા લક્ષ્મીબેન મનસુખભાઈ સતાલીયા (ઉ.વ.15) અને નીલેશ મોહન સોલંકી (ઉ.વ.19) બંને જીકીયારીના રહેવાસી હોવાની માહિતી મળી હતી.  આ પણ વાંચો :  વડોદરા : ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન, વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો

  બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી પ્રેમપ્રકરણ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી અને પ્રેમી પંખીડાએ સાથે ડેમમાં કૂદી મોતને વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આર.બી. વ્યાસ ચલાવી રહ્યા છે. જેમાં ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, પેથાભાઈ, દિનેશ પડાયા,વસંત પરમાર, હિતેશ દવે સહિતની ટીમે રેક્સ્યું હાથ ધર્યું હતું. જોકે બંનેને બહાર કઢાય તે પૂર્વ જ મોત થયા હતા તો ઝીકીયારી ગામમાં બે આપઘાતના બનાવથી ચકચાર મચી હતી.

  હળવદના સાપકડાના પોલીસ કર્મીના પરિવારને 4.21 લાખ અર્પણ

  મોરબી પોલીસ પરિવાર દ્વારા સહાયઆત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું જેમાં મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ મૃતક પોલીસમાં ઘરે જઈને માનવતાં મહેકાવી હતી અને પોલીસ કર્મીના પરિવારના સભ્યોને શાંતવના પાઠવી હતી.
  ગુજરાતમાં સૌથી વધુ માનસિક તણાવ વાળી નોકરી પોલિસની ગણવામાં આવે છે તેમાં આ તણાવ તેના પરિવારના સભ્યો સુધી પણ પહોંચી જાય છે.જોકે, આવા તણાવ ના લીધે પોલીસકર્મીઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવોમાં એકંદરે વધારો જોવા મળ્યો છે, ત્યારે હળવદ તાલુકાના સાપકડાના અનિલભાઈ દાનાભાઈ ડાભી મોરબી જિલ્લા હેડ કવાટૅસ‌માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

  આ પણ વાંચો : મોરબી : મહારાષ્ટ્રથી રાજકોટ આવી રહેલો 24.49 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, પોલીસથી બચવા વાપરી હતી ગજબની ચાલાકી!

  તેમણે 8-11-2020ના રોજ આત્મહત્યા કરીને મોતને વહાલું કર્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા ઓડેદરાની સૂચનાથી જિલ્લા પોલીસે લોકફાળો કરીને મૃતક અનિલભાઈ ડાભીના પરિવારજનોને 4.21 લાખની રોકડ સહાયની મદદ કરી હતી અને આગામી સમયમાં પણ જો કોઈ પણ જરૂર પડે તો મૃતક પોલીસકર્મી અનિલ ડાભીના પરિવારજનોને એસપી એસ. આર. ઓડેદરાએ સંપર્ક કરવા જણાવ્યું છે. જમાદાર કિશોરભાઈ પારધી વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ચંપાબેન ચૌહાણ સહિતના લોકો મૃતક અનિલભાઈ ડાભીના સાપકડા ગામે ઉપસ્થિત રહ્યા હતાં.
  Published by:Jay Mishra
  First published:January 16, 2021, 12:47 pm

  ટૉપ ન્યૂઝ