Lockdown 2.0 : ટંકારાના યુવાનોનું કારસ્તાન, બોગસ પાસ બનાવી મહિલાને અમદાવાદ મૂકવા નીકળ્યા, ચેકિંગમાં ભાંડો ફૂટ્યો

Lockdown 2.0 : ટંકારાના યુવાનોનું કારસ્તાન, બોગસ પાસ બનાવી મહિલાને અમદાવાદ મૂકવા નીકળ્યા, ચેકિંગમાં ભાંડો ફૂટ્યો
પ્રતિકાત્મક તસવીર

ચેતવણીરૂપ કિસ્સો : ઇમર્જન્સીનો બોગસ પાસ ઝડપાતા તમામ શખ્સો સામે મામલતદારની ફરિયાદના આધારે પોલીસ કેસ

  • Share this:
    અતુલ જોષી, ટંકારા : મોરબીના ટંકારા તાલુકાના સજનપર (ઘૂંનડા)ગામથી થી અમદાવાદનો ઈમરજન્સી પાસ ઇસ્યુ કરીને મહિલાને મુકવા ગયેલા ત્રણ શખ્સો પકડાયા : ચેક પોસ્ટ પર ભાંડો ફૂટ્યો : ત્રણેય શખ્સો સામે નાયબ મામલતદારની ફરિયાદને આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

    પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના સજનપર ઘુંનડા ગામના વતની અર્જુન સવજીભાઈ સીતાપરાએ કલેકટરની સહી સિક્કા વાળા દસ્તાવેજોના આધારે મોરબીથી અમદાવાદનો બોગસ ઇમરજન્સી પાસ ઇસ્યુ કર્યો હતો. આ પાસના આધારે તેઓની સાથે પ્રયાગ શાંતિલાલ અદ્રોજા, મિહિર રમેશભાઈ રૈયાણી પણ જોડાયા હતા. અને આ તમામ લોકો મોરબીતાલુકાના સજ્જનર (ઘુ)થી અમદાવાદ એક મહિલાને મુકવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન અમદાવાદ વિસ્તારમાં આવતીનેક ચેક પોસ્ટ પર હાજર પરના અધિકારીઓએ ચેલ કરતા પાસ બોગસ હોવાનું ધ્યાને આવ્યુ હતું.



    આ પણ વાંચો :  coronavirus : સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 26 જિલ્લાની Covid હોસ્પિટલોમાં દર્દીની મફત સારવાર થશે

    જેમાં અમદાવાદના પોલીસ તંત્ર અને વહીવટીએ તેઓને ઝડપી પાડી પોલીસને સોંપ્યા છે. આ બોગસ પાસ ટંકારા મામલતદારના નામથી ઇસ્યુ થયો હોય ટંકારાના નાયબ મામલતદાર શરદકુમાર જેરામભાઈ ઠુમમરે આ મામલે ફરિયાદ નોંધાવતા મોરબી એલસીબી ટીમે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો :  Coronavirus : આશાનું કિરણ જન્મ્યું! ગુજરાતે કોરોનાના ભુક્કા બોલાવા પ્લાઝમા ટેકનિકના ઉપયોગની પરવાનગી માંગી

    જોકે આ સમગ્ર બનાવ અમદાવાદ કલેકટર અને વહીવટી તંત્રમાં આ પાસ બતાવવામાં આવતા મોરબી વહીવટી તંત્ર ને આ બાબત જાણમાં આવતા અધિક કલેક્ટર કેતન જોશીએ મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલાને જાણ કરતા કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ગુનો નોંધી તપાસ ટંકારા પોલીસે દસ્તાવેજ બનાવવાની મશીનરી તેમજ લેપટોપ સહિતના સાધનો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
    First published:April 18, 2020, 07:42 am