મોરબી : 90000 પરપ્રાંતીયો વતન જવાની વાટે, ઑનલાઇન અરજીમાં શ્રમિકો અટવાતા માત્ર 6500ને જ મંજૂરી

News18 Gujarati
Updated: May 6, 2020, 6:15 PM IST
મોરબી : 90000 પરપ્રાંતીયો વતન જવાની વાટે, ઑનલાઇન અરજીમાં શ્રમિકો અટવાતા માત્ર 6500ને જ મંજૂરી
મોરબીમાં સાયબર કાફેમાં ઓનલાઇન અરજી કરવા માટે કતારો લગાવી રહેલા શ્રમિકોની સ્થિતિ દયનીય છે.

હાલમાં મોરબીમાં 1100 જેટલી ઓનલાઇન અરજી મંજૂર થઈ 6500 લોકો પરમિશન આપી દેવામાં આવી.

  • Share this:
અતુલ જોષી, મોરબી : મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનિય થી ગઈ છે જેમાં મોરબીમાં આજદિન સુધી 90 હજાર જેટલા શ્રમિકોની આરોગ્યની તપાસ કરવાં આવી છે. જેમાં કુલ 6500 શ્રમિકોને જ હાલ મંજૂરી આપવામાં આવી છે. તો ઓનલાઇન અરજીકરવામાં પણ શ્રમિકો અટવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જો કે મુશ્કેલીના સમયમાં ઉદ્યોગકારોએ પણ શ્રમિકોની મદદ કરવી જોઈએ .

મોરબીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો હોવાથી શ્રમિકોની સંખ્યા પણ વધુ છે. જેમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો પોતાના વતન પરત જવા માટે એકઠા થયા છે. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ આજદિન સુધીમાં 90 હજાર શ્રમિકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. જેમાં આજદિન સુધીમાં 2197 ઓનલાઇન અરજીઓ આવી હતી જેમાંથી 1100 જેટલી અરજીઓ મંજૂર કરી અને 6500 જેટલા લોકો ને જવા માટે પરમિશન આપી દેવાં આવી છે. જયારે 800 થી વધુ અરજીઓ પેન્ડિગ છે. જો કે આ રીતે ત્રણ લાખ શ્રમિકો ક્યારે તેના વતન પરત પહોંચશે એ કહેવું મુશ્કેલ છે પરંતુ એક વાત ચોક્કસથી છે કે મોરબીઓમાં કામ કરતા શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનિય બની ગઈ છે અને દીકરાની જેમ કમાઈને દેતા શ્રમિકો આજે પોતાના પરિવાર અને પોતાના વતન જવા માટે કરગરી રહ્યા છે જેના માટે ઉદ્યોગકારો એ પણ આગળ આવવું જોઈએ અને ઓનલાઇન અરજીથી માંડી તેને પરત પહોંચાડવા માટેની સુવિધાઓ કરવી જોઈએ.

આ પણ વાંચો :  Lockdownમાં રાજ્યના કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સુરક્ષા વધુ સઘન થશે, પેરામિલિટરીની વધુ 7 કંપનીઓ મેદાને

મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા નવ ટ્રેન જુદા જુદા રાજ્યો માં દોડાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જે આગામી ચોવીસ કાળમાં જ શરૂ થી જશે ત્યારે મોરબીમાં પરત જતા શ્રમિકો ની ન્યૂઝ 18 ગુજરાતીએ વ્યથા જાણી હતી અને શ્રમિકો ભૂખ્યા તરસ્યા રહીને ઓનલાઇન માટે લાંબી લાઈનો લગાડી હતી.

આ પણ વાંચો :   Lockdownમાં વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓને વતન લવાશે, ટિકિટ જાતે લેવી પડશે, જાણો સરકારનો પ્લાન

સાથે જ તેઓએ પોતાના ખર્ચે પરત જવાનું હોવાથી વતનમાંથી રૂપિયા પણ મણગાવ્યા હોવાનું જણાવ્યું છે તો અમુક શ્રમિકો પોતે ત્રણ માસથી અહીંયા બેઠા છીએ હવે ખાવાના ફાંફા છે પરિવારનું ગુજરાન કી રીતે ચલાવવું એટલું જ નહીં શેઠ પણ કેટલા દિવસ અમારી મદદ કરશે એવા અનેક પ્ર્ષ્નોઓ સાથે વતન પરત ફરવાની દોટ મૂકી છે.મોરબીમાં તંત્રએ શ્રમિકોની મુશ્ક્લેલી ઓનલાઇન પરમિશન અને સ્વ ખર્ચે પરત જવા તેમજ વાહનવ્યવસ્થાની જવાબદારીએ વધારી દીધી છે જો કે શ્રમિકોના આ મુસીબતના સમયમાં મોરબીના ઉદ્યોગકારો અને વહીવટીતંત્રે પણ આગળ આવવું અનિવાર્ય છે.
First published: May 6, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading