મોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી

News18 Gujarati
Updated: August 10, 2020, 5:13 PM IST
મોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી
ટંકારા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

આવારા તત્વો એ ટંકારા મહિલા PSIને આપી લુખ્ખી ધમકી ,પીએસઆઈ એ ફરજ રુકાવટ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો

  • Share this:
અતુલ જોશી, મોરબી : ટંકારા પોલીસ (Tankara Police station) સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટેશનના મહિલા (Woman PSI) પીએસઆઇ એલ. બી. બગડાને (LB Bagada) આવારા તત્વો ફરજ દરમિયાન ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ મહિલા અધિકારીના પટ્ટા-ટોપી ઉતરાવી અને ખુરશી પર કેમ બેસે છે તેવી ધમકી આપી હતી. આરોપીઓએ કોરોનાની ગાઇડલાઇનું પાલન કરાવવા આવેલા મહિલા PSIને કહ્યું હતું કે 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું. આ મામલે મહિલા પીએસઆઈએ ફરજ રૂકાવટનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે આરોપીઓ પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકી, કિશોરભાઇ કરશનભાઇ સોલંકી, હિનાબેન કિશોરભાઇ સોલંકી, નિતાબેન કિશોરભાઇ સોલંકી, અરવિંદભાઇ કરશનભાઇ સોલંકી (રહે. બધા ટંકારા ઉગમણા નાકા પાસે) સામે બગડાએ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. 9ના રોજ ટંકારા ઉગમણા નાકા પાસે આરોપીએ પોતાના પાનના ગલ્લા પાસે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જાહેર સ્થળે ચારથી વધુ માણસોને ભેગા કરેલ હોય પોલીસ જેની વિરૂધ્ધ કાર્યદેસર કાર્યવાહી કરતા હોય તે દરમ્યાન અન્ય આરોપીઓ આવીને મહિલા PSIને કહેલ કે તમારા પટા – ટોપી ઉતારવી દઇશ અને તુ કેવી રીતે ખુરશી ઉપર બેસે છે તે જોઈશું.

આ પણ વાંચો :  સુરત : 'અમારા પર કેસ કરાવ્યો એટલે તારા આખા પરિવારનું મર્ડર કરાવી નાંખીશ', મહિલાને ડ્રગ કેસમાં ધમકી


આરોપીઓએ આમ કહી ગેરવર્તણુક કરી હતી અને પાનના ગલ્લા વાળા પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકીને ભગાડી દીધો હતો. આથી, ટંકારા પોલીસે આ તમામ આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  રાજકોટ : દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા પિતા, આખી રાત લાડકીને યાદ કરી લોકઅપમાં રડતા રહ્યા
Published by: Jay Mishra
First published: August 10, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading