Home /News /kutchh-saurastra /મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોન ચેક વિતરણ અને મંજુરીપત્ર વિતરણ, રૂપિયા 2.68 કરોડના ચેક અર્પણ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોન ચેક વિતરણ અને મંજુરીપત્ર વિતરણ, રૂપિયા 2.68 કરોડના ચેક અર્પણ

લોન ચેક વિતરણ અને મંજુરીપત્ર વિતરણ

Morbi District Police: મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણને ડામવા કમર કસવામાં આવી છે ત્યારે વ્યાજખોરો પર કડક પગલાં લેવાની સાથે સાથે લોકોને પણ આર્થિક મદદ મળી રહે તે માટે ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    અતુલ જોષી, મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોન ચેક વિતરણ અને મંજુરીપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણને ડામવા કમર કસવામાં આવી છે ત્યારે વ્યાજખોરો પર કડક પગલાં લેવાની સાથે સાથે લોકોને પણ આર્થિક મદદ મળી રહે તે માટે ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ લોન મેળવવા માટે અલગ અલગ બેન્કના સ્ટોલમાં અરજી કરી હતી.

    લાભાર્થીઓને મંજૂરી પત્રક એનાયત કરાયા


    નોંધનીય છે કે, જે અરજી અનુસંધાને બેંકો દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બેંકના નિયમો પ્રમાણે જે લોકો લોન મેળવવા માટે પાત્રતા ધરાવતા હોય તેઓની લોન મંજુર કરવામાં આવી હતી. આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી એસપી, મોરબી અધિક કલેકટર અને ટંકારા અને મોરબીના ધારાસભ્ય ઉપસ્થીત રહ્યા હતા. જેમાં લાભાર્થીઓને મંજૂરી પત્રક એનાયત કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો ચિંતિત, ચેકડેમ બનાવી પાણી પૂરુ પાડવામાં આવે તેવી માંગ

    લોકોને 2.68 કરોડની લોન આપવામાં આવી


    ઉલ્લેખનીય છે કે, 123 જેટલા લાભાર્થીઓને અલગ અલગ પ્રકારની લોન મળી હતી અને જે લોનની કુલ રૂપિયા 2.68 કરોડના ચેક આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં પણ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ વ્યાજખોરો પર કડક કાર્યવાહી ચાલુ જ રહેશે તેવુ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયુ હતુ.

    આ પણ વાંચો: ગીરના દેશી ગોળ પર GSTનો દર ઘટાડી 18 ટકાના બદલે 5 ટકા કરવામાં આવ્યો

    વ્યાજખોરોના સામે પોલીસની કાર્યવાહી


    ગુજરાત પોલીસ દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે હવે લોકોને આર્થિત તંગી ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેથી લોકોને સસ્તા વ્યાજ દરે લોન મળી રહે અને તેમની જરૂરિયાત પણ પૂર્ણ થઈ શકે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat News, Morbi News, Morbi Police