વીજળી પડવાની બે ઘટનાઃ હળવદના મિયાણી ગામે 12 ઘેટાંના મોત, શિરોહીમાં બાઈક પર જતા વકીલનું મોત

વીજળી પડવાની બે ઘટનાઃ હળવદના મિયાણી ગામે 12 ઘેટાંના મોત, શિરોહીમાં બાઈક પર જતા વકીલનું મોત
ઘટના સ્થળની તસવીર

હળવદના મિયાણી ગામે વીજળી પડતા 12 ઘેટાના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

 • Share this:
  અતુલ જોશી, મોરબી: હળવદ ટંકારા માળીયા પંથકમાં વરસાદ ખાબક્યો હતો. જોકે, હળવદના મિયાણી ગામે વીજળી પડતા (Lightning strike) 12 ઘેટાના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એડવોકેટ બાઈક પર જતાં સમયે શિરોહી ગામ નજીક રસ્તા પર જતાં સમયે રસ્તામાં વીજળી પડતા અકસ્માત ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  મોરબીમાં આજે બપોર બાદ મેઘરાજાની સવારી આવો હતી. જેમાં હળવદ ટંકારા મોરબી માળીયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ ના પાણી ભરાઈ જતા મોરબીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી બાજુ હળવદમાં જુદી જુદી વિજળી પડી હતી. જેમાં મિયાણી ગામે વિજળી પડતા 12 ઘેટાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને માલધારી પર આફતના વાદળો ઘેરાઈ ગયા હતા.  આ સાથે જ મોડી સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેમાં શરોહી નજીક બાઈક લઈને જતા એડવોકેટ પી પી વાઘેલાને રસ્તામાં વીજળી પડતા એડવોકેટ ગભરાઈ જતા બાઈક પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અને ગંભીર ઇજાઓના કારણે એડવોકેટ પી પી વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મોરબી જીલ્લામાં આજે વરસાદ કાળ બનીને આવ્યો હોય તેમ જુદી જુદી જગ્યાએ પશુઓ અને માનવીઓના ભોગ લીધા હતા.

  ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્ર પંથકમાં થોડા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયાઈકાંઠાના વિસ્તોરામાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઉનાના દરિયાઈ પટ્ટીના ખજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. આથી ગામ પાણી પાણી થઈ ગયું છે. તેમજ દરિયાઈ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ આજથી શરૂ થયો છે.

  કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં પણ મૂશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજુલામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાલાલા અને શિહોરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
  Published by:ankit patel
  First published:July 30, 2020, 23:12 pm