મોરબીઃ કારખાનામાં ચાલતું દારુ પાર્ટી અને જુગાર ધામ ઝડપાયું, પાલિકાના સદસ્ય સહિત 10 પકડાયા, દારૂની 14 બોટલ મળી

પકડાયેલા આરોપીઓની તસવીર

હળવદનામા બેવરેજીસ નામના મીનરલ્સના કારખાનાની ઓફિસમાં હળવદ  નગરપાલિકાના ભાજપના સદસ્ય અને ચાલુ કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સંચાલિત જુગરધામ પકડાયું .

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં (Morbi) છેલ્લાં કેટલાંક સમયથી વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ (Gambling place) પર એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસની ટીમો (Police team) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે તો ભાજપના (BJP) આગેવાન ખુદ જ જુગારની આધુનિક કલબ ચલાવતા હોવાનો ભાંડો હળવદમાં એલસીબી પોલીસે ફોડી નાખ્યો છે. એલસીબી ટીમે હળવદ નગરપાલિકા (Halwad Municipality) કારોબારી ચેરમેન (karobari Chairman) સહિત દસને દારૂ સાથે જુગાર (Gambling) રમતા પકડી પાડ્યા છે.

  જેમાં હળવદના મોરબી રોડ પર આવેલામાં બેવરેજીસ નામના મીંનરલ્સની ઓફિસમાંથી દારૂ સહિતની સવલતો પુરી પાડતું જુગરધામ  ચાલતા હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં હળવદ ના પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અશ્વિન ઈશ્વર કંણઝારીયા દ્વારા આ આધુનિક જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું એલસીબી પોલીસના દરોડામાં બહાર આવ્યું હતું.

  પોલીસે જુગારધામ ચલાવતા હાલના ભાજપના હળવદના નગરપાલિકા સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન અશ્વિન ઇશ્વરભાઈ કણઝારીયા, જગદીશ અવચરભાઈ ઓડિયા,દેવજી કેશવજી અધારા, હિતેશ ગણેશભાઈ પારેજીયા, દેવજી કાલુભાઈ બોરીયા,યશવંત કાનજીભાઈ પારેજીયા,પ્રવીણ ધનજીભાઈ પ્રજાપતિ,બળદેવ ભીખાભાઇ કણઝારીયા, યોગેશ વાલજીભાઈ સોનગરા, ચંદુલાલ ધરમશીભાઈ પંચાસરા સહિત દસની ધરપકડ કરી છે.

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

  આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

  આ સાથે જ ઓફિસમાંથી વિદેશી દારૂની 14 નંગ બોટલ પણ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધી હતી આ દરોડામા મોરબી એલસીબી ટીમે 2,0,1000 લાખની રોકડ અને પાંચ મોટરસાયકલ,દસ મોબાઈલ મળી કુલ 3,33,000 ના મુદામાલ સાથે ધરપકડ કરી હળવદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.જો હળવદ ભાજપના નગરપાલિકાના સદસ્ય દ્વારા જ જુગાર કલબ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

  આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

  આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

  જો કે આ દરોડો પડ્યો હોવાની માહિતી મળતાં જ ભાજપના મોટા ગજાના નેતાઓના ફોન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર રણકવા લાગ્યા હતા પરંતુ પોલીસે સામાન્ય માણસ સાથે જ થાય એ રીતે કામગીરી કરી અને યોગ્ય કાર્યવાહી ચાલુ રાખી ગુનો નોંધ્યો હતો. તો બીજી બાજુ નાની નાની બાબતોમાં તુરંત કાર્યવાહી કરવા પહોંચી જતી હળવદ પોલીસ પર એલસીબી ટીમે તેના જ ઘરમાં આવડી મોટી કાર્યવાહી કરતા હળવદ પોલીસની કામગીરી પર પણ સવાલો ખડા થયા છે.  મોરબી ના રોડ પર આવેલા મિનરલ્સ ના કારખાનામાં ચાલતા આ જુગરધામથી શુ ખરેખર હળવદ પોલીસ અજાણ હતી તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે જો કે આ બાબતે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ હળવદની સ્થાનિક પોલીસ સમક્ષ કામગીરી પર ખુલાસો માંગવા સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
  Published by:ankit patel
  First published: