મોરબીઃ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીની આત્મહત્યા, રૂ.90 લાખ માટે પઠાણી ઉઘરાણી, પ્રશાંત મહેતા સામે ફરિયાદ

કાળા સર્ટમાં આરોપી પ્રશાંત મહેતા અને મૃતક સંજયભાઈનો ફાઈલ ફોટો

મૃતક સંજય કારીયા પાસે આરોપી પ્રશાંત મહેતા વિસ લાખના નેવું લાખ માટે પઠાણી ઉઘરાણી કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ : પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

 • Share this:
  મોરબીઃ મોરબીનાં (Morbi) ગ્રીનચોકમાં સાધના હોટેલ નામથી ચા અને આઈસ્ક્રીમનો ધંધો (tea- Ice cream trader) કરતા સંજયભાઈ બચુભાઇ કારીયાએ ખાખરાવાળી મેલડી માતાજીએ ઝેરી દવા પીને આત્મહત્યા (suicide) કરી હતી જેમાં સુસાઈડ નોટમાં (suicide note) મુંબઈ ખાતે (mumbai) તેના સાળા ચિરાગ અને પ્રશાંત મહેતા વચ્ચે કલબ ચાલુ કરી હતી. જેમાં કલબના 25 લાખ રૂપિયામાં વચ્ચે જામીન પડેલા હતા.

  સમય જતાં ક્લબમાં નુકસાન આવતા કલબ બંધ કરે હતી. અને આ પચીસ લાખ પૈકી પાંચ લાખ આપી દીધા હોવા છતાં મૃતક સંજય કારીયા જામીન હોય આરોપી પ્રશાંત મહેતા બાકી રહેલા વિસ લાખના વ્યાજના વ્યાજ મળી કુલ 90 લાખ થઈ જતા વિસ લાખ ચૂકવ્યા હોવા છતાં પ્રશાંત મહેતા નામના વ્યક્તી દ્વારા પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

  જેમાં મૃક્ત સંજયભાઈ કારીયાના પત્નિ હેતલબેન સંજયભાઈ કારીયા (ઉ.વ.43)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનાં પતિએ વચ્ચે રહીને ફરિયાદીનાં કુટુંબી ભાઈ ચિરાગભાઈ પ્રભુભાઈ ભીંડાને આરોપી પ્રશાંત મહેતા પાસેથી 25 લાખ અપાવેલ હોય જે રૂપિયા ચિરાગભાઈ આપતા ન હોય જેથી આરોપી પ્રશાંતભાઈ ફરિયાદીનાં પતિ સંજયભાઈ કારીયા પાસે ઉઘરાણી કરતા હતા.

  આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

  આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

  આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

  જેથી સંજયભાઈએ આરોપીને 20 લાખ રૂપિયા આપેલ હોય અને પાંચ લાખ રૂપિયા આપવાનાં બાકી હોય આરોપી સંજયભાઈ પાસે બાકી રહેલા પાંચ લાખ અને 25 લાખનું ઉંચું વ્યાજ મળી 90 લાખ આપવા બાબતે અવારનવાર ફોન કરી ધમકી આપી દબાણ કરી ત્રાસ આપતા હતા.  આમ સંજયભાઈ એ કંટાળી ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર પાસે મચ્છુ 3 ડેમમાં દવા પીને ઝંપલાવી આત્મહત્યા કરી હતી. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી પ્રશાંત મહેતા વિરુદ્ધ મરવા માટે મજબૂર કરી ગેરકાયદેસર નાણાં ધિરાણ કરવાનો ગુનો નોંધી આરોપી પ્રશાંત મહેતાની શોધખોળ કરવા કવાયત હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published: