પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ માનગઢની 375 વીઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપથી સનસનાટી

News18 Gujarati
Updated: December 3, 2019, 2:21 PM IST
પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ માનગઢની 375 વીઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપથી સનસનાટી
જયંતિ કવાડિયા અને પુત્ર અમૃત કવાડિયાની ફાઇલ તસવીર

હળવદ તાલુકાના માનગઢ ગામે આઝાદી બાદ પાકિસ્તાન સ્થાયી થયેલા મુસ્લિમ ઘાંચી પરિવારની 375 વીઘા જમીન ખેડતા ખેડૂતોની જમીન પૂર્વ મંત્રીએ મંત્રી ખોટા વારસદારો ઉભા કરી પચાવી પાડી હોવાનો માનગઢના ખેડૂતોનો આક્ષેપ

  • Share this:
મોરબી : રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા (Ex miniter Jayanti Kavadiya)એ હળવદ તાલુકાના (Halvad) માનગઢ (Mangadh) ગામની 375 વીઘા જમીન ( Land Scam)પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો (Farmers Protest) પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.

ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ગામના મુસ્લિમ ઘાંચી પરિવારની જમીનને કવાડિયાએ પચાવી પાડી છે જે ગામના ખેડૂતો આઝાદી બાદ ખેડતા હતા અને વીઘોટી પણ આપતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ આ જમીન ખોટા સોગંધનામા દ્વારા વારસદારો ઉભા કરી તેમના પરિવાર તેમજ મળતિયાઓના નામે કરી લીધી છે. ખેડૂતોએ જમીનના સરવે નંબર પણ રજૂ કર્યાછે.

આ પણ વાંચો : અમદાવાદ : 'અમારી ઊંઘ હરામ કરીને એ MLA આરામ ફરમાવી રહ્યો છે, અમને ન્યાય આપો'

ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 1947માં દેશના ભાગલા બાદ માનગઢના ખાતેદાર આદમ કાળા ઘાંચી અને અન્ય મુસ્લિમ ખેડૂત ખાતેદાર માનગઢ છોડી પાકિસ્તાન સ્થાયી થયા હતા. ઘાંચી આદમ કાળા અને અન્ય મુસ્લિમોની આશરે 375 વિઘા જમીન માનગઢના રેવન્યૂ રેકર્ડમાં હતી. તેમના પાકિસ્તાન ગયા પછી આ જમીનના કોઈ વારસદાર નહોતા. આ જમીનને ગામના પટેલ, ક્ષત્રીય, બ્રાહ્મણ, વગેરે ખેડૂતો ખેડતાં હતા અને વિઘોટી પણ ભરપાઈ કરતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ અમુક કિસ્સામાં ઝાલાવાડના કલેક્ટર દ્વારા વર્ષ 1955માં જમીન સોંપણીના હુકમો પણ થયા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ તેમણે આ જમીન પોતાના નામે કરવા માટે વર્ષ 2012માં જયંતિ કવાડિયાને રજૂઆત કરી હતી. કવાડિયા ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ ફાઇલોનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે જમીન ખેડી ખાવ અને બાદમાં પોતાના પરિવાર અને મળતિયાઓના નામે સોગંધનામા કરી ખોટા વારસદારો ઉભા કરી જમીન પચાવી પાડી હતી.

હળવદ તાલુકા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજની શંકર સંઘાણી
આ પણ વાંચો : કાર મારો ડ્રાઇવર હંકારતો હતો, હાલ ડ્રાઇવર અને કારનો કોઈ પત્તો નથી : હિટ એન્ડ રન મામલે MLA શૈલેષ પરમાર

કોના કોના પર આક્ષેપ થયા ?

ખેડૂતોએ આ જમીન કવાડિયા તેમજ તેમના પરિવાર અને મળતિયાઓના નામે પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે, કવાડિયાના પુત્ર અમૃત કવાડિયા, હળવદ તાલુકા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજની શંકર સંઘાણીના પત્ની હિના રામજી સંઘાણી,પુત્ર પ્રયાગ રજની સંઘાણી, અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલના પુત્રવધુ અસ્મિતા યુવરાજ ગોહિલ, મજનુભાઈ ઉસ્માન ભાઈ ઘાંચીના નામે ખોટી રીતે વારસદારો ઉભા કરી જમીન પચાવી પાડી લીધી હોવાનો આક્ષેપ છે.આ પણ વાંચો : રાજકોટ પોલીસ એક્શનમાં, દારૂની ભઠ્ઠીઓ અને બૂટલેગરોનાં ઘરોમાં દરોડા

આ સર્વે નંબરની જમીનો પચાવી હોવાનો આક્ષેપ

કવાડિયાએ હળવદના માનગઢ ગામની ખાત નં. 92, સરવે નંબર 297 પૈકી 1 492,816,252, પૈકી-1 698,818,752. ઉપરાંત ખાત નંબર 90 સર્વે નંબર 639 પૈકી-1ની 289,769,754,728, પૈકી-2, 8, 512, 375 પૈકી-2ની 171 વાળી કુલ જમીનના આશરે 300 વિઘા જમીન પચાવી પાડી હોવાનો સણસણાટી ભર્યો આક્ષેપ છે.
First published: December 3, 2019, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading