અતુલ જોષી, મોરબીઃ મોરબીનાં (Morbi news) નાની વાવડીમાં અનેક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર બાંધકામનોપણ વાવડી ગામમાં રાફડો ફાટી નીકળ્યો છે ફાયર થી લઈને તમામ નિયમોને નેવે મૂકી નાની વાવડી ગામમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે ત્યારે આ નાની વાવડીના જુના ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઇ અમૃતલાલ આશર (ઉ.વ.48) એ આરોપી દેવજીભાઇ જશમતભાઇ પડસુંબિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી છે.
જેમાં ફરિયાદીની વડીલોપાર્જીત મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ સર્વે નં.488 વાળી આશરે 8 વિઘા જમીન પોતાના દાદા મગનલાલ ભાણજીભાઇ આસરએ આરોપીના પિતા જશમતભાઇ મોતીભાઇ પડસુંબીયાને રૂ. 3000- સામે સને-1977માં ગીરવે આપી હતી અને ત્યારથી જ આ જમીનનો કબ્જો તેઓની પાસે હોય અને બાદ હાલ આ જમીન આરોપી પાસે છે.
જેઓને ફરિયાદીએ જમીન ગીરવેમાંથી છોડાવવા કહેતા પરત આપેલ ન હોય અને અનઅધિકૃત રીતે કબ્જો કરીને આ જમીન પચાવી પાડી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીયછે કે નાની વાવડી મોરબી શહેરથી નજીક હોય ગામના આગેવાનો અને સરકારી કર્મચારીઓની મિલીભગતથી અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચાઓ પણ જોર શોરથી ચાલી રહી છે ત્યારેઆગામી સમયમાં સરપંચની ચૂંટણી પૂર્વે જ જો આ તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
જો કે નાની વાવડીમાં હાલ કોંગ્રેસ ના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા કામ અને ઠરાવોની યોગ્ય તપાસ કરાવીને લોકો સમક્ષ મુકવામાં આવે તે જરૂરી છે આ માટે આગામી સમયમાં અરજદાર દ્વારા કોર્ટનું શરણ લઈ જાહેરહિતની અરજી કરવામાં આવાનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર