મોરબીઃ કારમાં ઉઠાવી જઇને ગાયિકા ઉપર છરીની અણીએ દુષ્કર્મ

મોરબીના ગુગણ નજીક ગાયક કલાકાર સંગીતના કાર્યક્રમમાં સાથે લઈ ગયા બાદ છરીની અણીએ મહિલા ગાયક કલાકાર પર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ હતી.

News18 Gujarati
Updated: June 26, 2019, 1:03 PM IST
મોરબીઃ કારમાં ઉઠાવી જઇને ગાયિકા ઉપર છરીની અણીએ દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 26, 2019, 1:03 PM IST
અતુલ જોશી, મોરબીઃ મોરબીના ગુગણ નજીક ગાયક કલાકાર સંગીતના કાર્યક્રમમાં સાથે લઈ ગયા બાદ છરીની અણીએ મહિલા ગાયક કલાકાર પર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મહિલા ગાયિકાને કાર્યક્રમ આપવા જવાનું છે કહી ગત તારીખ 19 જૂનના રોજ માળીયા મિયાણા ખાતે રહેતા સલીમ મિયાણા નામનો શખ્સ સ્કોર્પિયો કારમાં બેસાડી સાથે લઈ ગયો હતો. મોડી રાત્રીના અંધારામાં મોરબી તાલુકાના ગુગણ નજીક સલીમે મહિલાને છરી બતાવીને ડરાવી ધમકાવી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગૂંગણ ગામની સીમમાં સ્કોર્પિયો કાર રાત્રીના અંધકારમાં ઉભી રાખી મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બનાવ બાદ પીડિત મહિલા હેબતાઈ જતા તુરંત કોઈ ફરિયાદ કરી ન હતી પરંતુ બે દિવસ બાદ સ્વસ્થ થતા પીડિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ હતી. પોલીસે દુષ્કર્મ સહિતની કલમો લગાવી આરોપીની શોધખોળ આદરી છે.

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ વીજળીની ફરિયાદ કરવા ગયો પતિ, ઉંઘતી પત્ની ઉપર મિત્રનું દુષ્કર્મ

આ બનાવની તપાસ તાલુકા પોલીસ મથકના પી.આઈ. એમ.વી.પટેલે હાથ ધરી માળીયા મિયાણાના સલિમ નામના ઇસમની શોધખોળ હાથ ધરી છે. જોકે મોડી રાત્રીના કાર્યક્રમ આપવા જ્યાં મહિલા કલાકારો માટે આ લાલબત્તી રૂપ કિસ્સો છે
First published: June 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...