વાંકાનેર: રૂ.1000ની ચોરીની શંકામાં મજૂરનું કુલ્હાડીથી કાપી નાખ્યું હતું ગળુ

આરોપીએ હત્યામાં વપરાયેલી કુહાડી તેના કુળદેવી માતાના મઢ પાસે પડેલી એક બંધ રિક્ષામાં સંતાડી દીધી હતી.

News18 Gujarati
Updated: May 21, 2019, 9:15 PM IST
વાંકાનેર: રૂ.1000ની ચોરીની શંકામાં મજૂરનું કુલ્હાડીથી કાપી નાખ્યું હતું ગળુ
મુન્નાલાલ જે મેલડી માતાજીના મંદિર પાસે સૂતો હતા ત્યારે લોખંડની કુહાડીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
News18 Gujarati
Updated: May 21, 2019, 9:15 PM IST
અતુલ જોશી, મોરબી:  વાંકાનેરના સરતાનપરમા તાજેતરમા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ હત્યાના કેસનો ભેદ મોરબી એલસીબીએ ઉકેલીને એકની ધરપકડ કરી લીધી છે. આ હત્યા મૃતકના બાજુના કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે પૈસા ચોરીની શંકાએ કરી હોવાનું ખુલ્યું છે.

શું હતો કેસ?
વાંકાનેર તાલુકામા સરતાનપર ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિરના પટમાં ગત તા. ૧૦ના રોજ ટોકો સીરામીક કારખાનામા કામ કરતા મુન્નાભાઈ લલનભાઇ ચોબે ઉ.વ. ૩૦ વાળાને કોઈ વ્યક્તિએ ગળાના ભાગે હથિયાર વડે ગંભીર હુમલો કરીને મોત નિપજાવ્યુ હોય તેવી ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવો હતી.

કેમ કરી હત્યા?
આ કેસનો ભેદ ઉકેલવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે. આ કેસમાં તપાસ બાદ ખુલ્યું છે કે, આરોપી કેશુભાઈ વાઢુકિયા રામોસ સોરમીકમાં મજૂરી કામ કરતા હોય તેઓની પાસેના મજૂરીના રૂ. ૧૦૦૦ તેમના ખિસ્સામાંથી ચોરાઈ ગયા હતા. જેથી ચોરીની શંકા રાખી તેણે બાજુના કારખાનામાં કામ કરતા મુન્નાલાલ જે મેલડી માતાજીના મંદિર પાસે સૂતો હતા ત્યારે લોખંડની કુહાડીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ત્યાર બાદ આરોપીએ હત્યામાં વપરાયેલી કુહાડી તેના કુળદેવી માતાના મઢ પાસે પડેલી એક બંધ રિક્ષામાં સંતાડી દીધી હતી. બાદમાં આ કામના આરોપીએ પોતાના ગુનાની કબૂલાત પણ આપી દીધી હતી. જેથી મોરબી એલસીબીની ટીમે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ હત્યામાં અન્ય કોઈ લોકો સંડોવાયેલ છે કે કેમ તેમજ આરોપી અન્ય ક્યાં ક્યાં ગુનામાં સંડોવાયેલ છે એ માટે વધુ તાપસ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલ ચલાવી રહ્યાં છે.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...