Home /News /kutchh-saurastra /Government Scheme: આ વિશ્વકર્મા યોજના શું છે, ગામડાના કારીગરો માટે સાબિત થશે આશિર્વાદરૂપ

Government Scheme: આ વિશ્વકર્મા યોજના શું છે, ગામડાના કારીગરો માટે સાબિત થશે આશિર્વાદરૂપ

X
કેન્દ્ર

કેન્દ્ર સરકારની આ યોજનાથી સ્થાનિક કારીગરોને મદદ મળશે

માટીકલા, સુથારીકામ, લુહારીકામ જેવા પરંપરાગત રોજગાર સ્રોત થકી ગ્રામ્યકક્ષાએ જ રોજગાર મળે તે માટે સરકારની મહત્વની યોજના 

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
Pratik kubavat, morbi : માટીકલા, સુથારીકામ, લુહારીકામ જેવા પરંપરાગત રોજગાર સ્રોત થકી ગ્રામ્યકક્ષાએ જ રોજગાર મળે તે માટે સરકારની મહત્વની યોજના  વિશ્વકર્મા પીએમ યોજના માટે બનાવાયેલી કમિટીમાં મિટ્ટીકુલ વાળા મનસુખભાઇ પ્રજાપતિની પસંદગી કરવામાં આવતા પોતાના મંતવ્યો રજૂ કર્યા
મોરબી : રોજગારીની શોધમાં આજે ગામડાઓ ભાંગી રહ્યા છે અને લોકો પોતાના પરંપરાગત રોજગારને છોડી અન્ય નોકરી ધંધા તરફ વળ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટમાં વિશ્વકર્મા પીએમ યોજના અમલી બનાવી માટીકલા, સુથારીકામ, લુહારીકામ જેવા પરંપરાગત રોજગાર સ્રોત થકી ગ્રામ્યકક્ષાએ જ યુવાનોને રોજગાર મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

આ માટે કેન્દ્ર સરકારે ખાસ કમિટી રચી છે જેમાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં મિટ્ટીકુલથી જાણીતા બનેલા મનસુખભાઇ પ્રજાપતિનો પણ સમાવેશ કરાયો હોય તાજેતરમાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં જરૂરી સૂચનો મનસુખભાઈએ રજૂ કર્યા હતા.



પ્રવર્તમાન સમયમાં અપૂરતા વળતર, ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ ન મળવા, પરંપરાગત કલા અંગે માર્ગદર્શનના અભાવે માટીકામ, સુથારીકામ, લુહારીકામ જેવા અનેક એવા વ્યવસાયો છે કે જેને છોડી નવી પેઢી અન્ય ધંધા રોજગાર તરફ વળી રહી હોય પરંપરાગત કલા વારસાને જાળવી રાખવા કેન્દ્ર સરકારે ખાસ વિશ્વકર્મા પીએમ યોજના આગામી વર્ષથી અમલમાં મુકવા યોજના બનાવી છે. વિશ્વકર્મા પીએમ યોજના અન્વયે સમગ્ર દેશમાંથી 12 જેટલા જે તે કલાના નિષ્ણાંત સભ્યોની એક ખાસ કમિટી બનાવવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર માટીકલાને આધુનિકતાના વાઘા પહેરાવનાર મિટ્ટીકુલ વાળા મનસુખભાઇ પ્રજાપતિની નિમણુંક કરવાંમાં આવી છે.

વિશ્વકર્મા પીએમ યોજના અમલી બનાવવાને લઈ તાજેતરમાં દિલ્હી ખાતે મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ મિટિંગમાં તમામક્ષેત્રના તજજ્ઞ એવા વિશ્વકર્મા પુત્રો પાસેથી મંતવ્યો મેળવવામાં આવ્યા હતા. બેઠક અંગે મનસુખભાઈએ કેન્દ્ર સરકાર સમક્ષ ખાસ કરીને પ્રજાપતિ એટલે કે કુંભાર સમાજના નવયુવાનોને સઘન તાલીમ, તૈયાર ઉત્પાદનો માટે ગ્રામ હાટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનો ખાતે સ્ટોલ ઉભા કરવાની સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ પ્રદર્શન યોજી વિવિધ પ્રોત્સાહક પગલાં લેવા સૂચન કર્યું હતું અને સાથે જ આગામી વર્ષથી જ કેન્દ્ર સરકાર આ દિશામાં હકારાત્મક અભિગમ સાથે વિશ્વકર્મા પીએમ યોજનાને અમલમાં લાવે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: Art, Government scheme, Local 18, Morbi