મોરબી : ખોડીયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની સગા ભત્રીજાએ કરી હત્યા

News18 Gujarati
Updated: May 2, 2019, 11:17 AM IST
મોરબી : ખોડીયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની સગા ભત્રીજાએ કરી હત્યા
ધ્રુવકુમાર, જયરાજ જાડેજા

ખોડીયાર ટ્રાવેલ્સના ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ હત્યા નિપજાવી છે.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રૂપિયાની લેતી-દેતી બાદ ઠપકો આપવમાં આવ્યા બાદ આ હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે હત્યારા ભત્રીજા સહિત પાંચ શખ્સોને પોલીસ શોધી રહી છે.

કાકાએ ઠપકો આપતા હત્યાનું ષડયંત્ર ઘડ્યું

મળતી માહિતી પ્રમાણે ખોડીયાર ટ્રાવેલ્સના ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ હત્યા નિપજાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાવેલ્સના ડ્રાઇવરને જયરાજે રૂપિયા આપ્યા હતા, આ બાબતે કાકાએ તેને ઠપકો આપીને તમાચો મારી દીધો હતો. જે બાદમાં ભત્રીજાએ ષડયંત્ર રચીને કાકાની હત્યા નિપજાવી હતી.

આરોપી ભત્રીજો


આ મામલે જયરાજે મોડી રાત્રે કાકાને સમાધાન માટે બોલાવ્યા હતા. ટીનુભા અન્ય લોકો સાથે પહોંચ્યા હતા ત્યારે જયરાજ તેમજ તેના મળતિયાઓએ તેમની તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી નાખી હતી. બનાવમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે આ મામલે મૃતકના ભત્રીજા જયરાજ જાડેજા, અજયસિંહ વિજયસિંહ જાડેજા સહિત પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ખોડીયાર ટ્રાવેલ્સ મોરબીથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલે છે.
First published: May 2, 2019, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading