કાંતિલાલ જીવતા સમાધિ નહીં લે! આ કારણોસર નિર્ણય પરત ખેંચ્યો

News18 Gujarati
Updated: November 19, 2019, 5:27 PM IST
કાંતિલાલ જીવતા સમાધિ નહીં લે! આ કારણોસર નિર્ણય પરત ખેંચ્યો
ગુરૂના આદેશના કારણે નિર્ણય પાછો ખેંચ્યો હોવાની કાંતિલાલની રજૂઆત

મોરબીના પીપળિયા ગામના કાંતિલા મૂછડિયાએ સમાધિ લેવાનો ઇન્કાર કર્યો. વિજ્ઞાન જાથાએ કાંતિલાલના નિર્ણયને વધાવ્યો.

  • Share this:
અતુલ જોષી, મોરબી : મોરબીના (Morabi)ના પીપળીયા ગામે રહેનાર કાંતિલાલ મૂછડીયા (Kantilal Muchadiya) દ્વારા કરવામાં આવેલ જીવતા સમાધિ (Live Tomb)ની જાહેરાત પાછી ખેંચવામાં (Withdraw) કરવામાં આવી છે. પોતાના ગુરૂ સાથે થયેલી ચર્ચા બાદ કાંતિલાલે આ નિર્ણય પરત ખેંચ્યો છે. અગાઉ આ મામલો ખૂબ ગરમાયો હતો અને ભારે ચકચાર મચાવનાર આ કિસ્સામાં જનવિજ્ઞાન જાથા (Jan Vigyan Jatha) અને પોલીસે (Police) જઈને કાંતિલાલને (Kantilal) સમજાવ્યા હતા. કાંતિલાલે અગાઉ તમામ સમજાવટો બાદ પણ સમાધિ લેવાની જાહેરાત કરતા મામલો બીચક્યો હતો. જોકે, હવે આ મામલે બધું જ સમુસુથરું પાર પડ્યું છે.

કાંતિલલા મૂછડિયાએ શું કહ્યું?


કાંતિલાલ મૂછડિયાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું, “ દાદાએ મને હાથ જોડીને કહ્યું નહીંતર હું તો સામાન્ય માણસ છું. જ્યાં ગુરૂ આજ્ઞા મળી જાય. ગુરૂ ગાદી આવી જાય ત્યાં માણસ લાચાર થઈ જાય. હું અગાઉ પણ તમને ગુરૂની સાક્ષીએ જ સમાધિ લેવાનું કહેતો હતો બાકી એમાં બીજી વાત ન આવે”

આ પણ વાંચો :  ઠંડી માટે તૈયાર રહો! રાજ્યમાં ફૂંકાયા ઉત્તરપૂર્વના પવનો, તાપમાનનો પારો 5 ડિગ્રી ગગડ્યો

મામલો શું છે?
મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ દ્વારા આગામી તા.28ના રોજ સમાધી લેવાની વાતની જાહેરાત અચાનક જ કરવામાં આવતા ભારે તર્ક વિતર્ક સર્જાયા હતા અને આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો હતો ત્યારે કાંતિલાલ દ્વારા પણ સરકાર ની મજૂંરી ન હોય તો સમાધીનું માંડીવાળી અને બેઠા બેઠા ધ્યાનમાં જ પોતાનો જીવ જશે તેવી અગમવાણી કરાઈ હતી અને આ જ વાત પોલીસને આપેલા નિવેદનમાં પણ કાંતિલાલ દ્વારા નોંધવવામાં આવી હતી. જેમાં તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એક પ્રાંત અધિકારી અને બે મામલતદાર સહિતની ટીમ આ કાંતિલાલ ને સમજવવા માટે બનાવવામાં આવી હતી. તો બીજી બાજુ વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા આ બધો ઢોંગ હોવાનો દાવો કરી આ વાત પોકળ હોવાની મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  સુરત : ACBનો સપાટો, સામાન્ય કામ માટે 15 હજારની લાંચ માંગનાર ASIને ઝડપી પાડ્યો

જયંત પંડ્યાએ પડકાર ફેંક્યો હતો

વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા કાંતિલાલ ને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આવું બનશે તો તે પોતાની વીજ્ઞાન જાથા બંધ કરી દેશે તેવું વચન આપ્યું હતું ત્યારે સામે કાંતિલાલ દ્વારા પણ આવું નહિ બને તો તે કાયદેસર કાયદાકીય કાર્યવાહી માંથી પસાર થવા તેમજ કોઈ પણ કપરી પરિસ્થિતિ માંથી પસાર થવાનું નિવેદન આપવામાં આવ્યું હતું.
First published: November 19, 2019, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading