Home /News /kutchh-saurastra /Morbi News: મોરબીમાં ભાજપને મત ન આપવાના પોસ્ટર લાગ્યા, ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ સ્પષ્ટતા કરી

Morbi News: મોરબીમાં ભાજપને મત ન આપવાના પોસ્ટર લાગ્યા, ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ સ્પષ્ટતા કરી

કાંતિ અમૃતિયા - ફાઇલ તસવીર

Morbi News: મોરબીમાં ભાજપને મત ન આપવાના પોસ્ટર લાગતાં જ ત્યાંની વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસો કર્યો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
    મોરબીઃ શહેરમાં ભાજપને મત ન આપવાના પોસ્ટર લાગ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. લોકોમાં પણ આ વિખવાદની ચર્ચા થતા મોરબી બેઠકના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરી હતી.

    લોકોને ભડકાવવાની કોશિશઃ કાંતિ અમૃતિયા


    મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે રાત્રે ભાજપને મત ન આપવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ બાબતે મોરબી-માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતુ કે, ‘મોરબીમાં અમુક લોકો ડિઝાઇન બગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને આવા પોસ્ટર લગાવીને લોકોને ભડકાવવાના કાર્યો કરી રહ્યા છે. અમે લોકોને આવી ઘટનાઓનો ભોગ ન બનવા માટે અપીલ કરીએ છીએ.’


    કાંતિ અમૃતિયાનો ગર્ભિત ઇશારો


    આ ઉપરાંત કાંતિ અમૃતિયાએ આવા પોસ્ટર લાગવાથી ભાજપમાં આંતરિક વિખવાદ હોય તેવો ગર્ભિત ઇશારો કર્યો હતો. જ્યારે પક્ષમાં આંતરિક વિખવાદને લઈને કાંતિ અમૃતિયાને પૂછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે, ‘તમામ પક્ષોમાં આવા લોકો હોય જ છે, જે પક્ષની ડિઝાઇન બગાડવાની કોશિશ કરતા હોય છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bjp gujarat, Gujarat Politics, Morbi News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन