375 વીઘા જમીન કૌભાંડ : કવાડિયાએ કહ્યું, 'જમીન કોના નામે છે એની મને ખબર નથી'

News18 Gujarati
Updated: December 3, 2019, 6:35 PM IST
375 વીઘા જમીન કૌભાંડ : કવાડિયાએ કહ્યું, 'જમીન કોના નામે છે એની મને ખબર નથી'
કવાડિયાએ કહ્યું કે જો મારા દીકરાએ જમીન ખરીદી હોય તો હું જાણતો નથી

જયંતિ કવાડિયાએ હળવદની હીજરતી જમીનના કૌભાંડ મામલે ખુલાસો કર્યો, કવાડિયા કહે છે કે કલેક્ટરે એન્ટ્રી રદ કરવી જોઈએ.

  • Share this:
અમદાવાદ : રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા (Ex miniter Jayanti Kavadiya)એ હળવદ તાલુકાના (Halvad) માનગઢ (Mangadh) ગામની 375 વીઘા જમીન ( Land Scam)પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો (Farmers Protest) પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ મામલે કૌભાંડના અહેવાલો વહેતા થયા બાદ જયંતિ કવાડિયાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. કવાડિયાએ કૌભાંડ થયુ હોવાની વાતનો ઇન્કાર (Rfuses of scam) કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'જમીન કોના નામે છે તેની મને જાણ નથી. કલેક્ટરે એન્ટ્રી રદ કરી દેવી જોઈએ.'

કવાડિયાએ જણાવ્યું, “ મેં કોઈની જમીન પચાવી પાડી નથી. આ સવાલ જ ઉદભવતો નથી. મારો સ્પષ્ટપણે જવાબ છે, મેં કોઈની જમીન પચાવી પાડી નથી. આ બાબતે કોઈ ખેડૂતો મને મળવા આવ્યા નથી. જે જમીન કોની છે એ મને પૂછવું તે મને પૂછવાના બદલે કલેક્ટરને પૂછી લેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ એની ટાઇટલ ક્લિયર મિલકત વેચવા આવતો હોય તો એનો અધિકાર સૌના પાસે છે. એ માલિકનું નામ હું જાણતો નથી. કોઈ પણ વ્યક્તિ મિલકત વેચવા આવ્યો હોય તો ખરીદનાર વ્યક્તિ ખરીદી શકે છે. મારા દીકરાએ જમીન ખરીદી હશે તો મને માહિતી નથી પરંતુ મેં કોઈની જમીન પચાવી પાડી નથી.”

આ પણ વાંચો : પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ માનગઢની 375 વીઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપથી સનસનાટી

કલેક્ટરે કાયદેસર કાર્યવાહી કરે

જયંતિ કવાડિયાએ જણાવ્યું કે ' જે વ્યક્તિએ જમીનની માલિકી દર્શાવી હોય તો કોઈએ ખરીદી હશે, હું આ જમીનના વેચાણ વિશે જાણતો નથી. આમા કઈ પણ ખોટું થયું હોય તો કલેક્ટર કાયદેસર કાર્યવાહી કરે. હું માનગઢનો ભાણેજ છું. મેં કોઈ પણ ખેડૂતની જમીન ખરીદી નથી મને કોની માલિકી છે તે પણ ખરીદી નથી.”આ પણ વાંચો : હિટ એન્ડ રન : કૉંગી MLA શૈલેષ પરમારનો ડ્રાઇવર પોલીસમાં હાજર, કાર કબ્જે લેવાઈ

હું મહેસૂલ સચિવને ભલામણ કરૂં છું, ખોટું થયું હોય તો કાર્યવાહી કરો

કવાડિયાએ જણાવ્યું, “આ જમીન મામલે હું મહેસૂલ સચિવને પણ અપીલ કરું છું. જે લોકો ઉપવાસ પર બેઠા છે, તે મારી પાસે મદદ કરવા માટે આવે તો હું કરીશ. પણ હું ન્યૂઝ 18ના માધ્યમથી મહેસૂલ સચિવ, કલેક્ટરને પણ અપીલ કરું છું કે આ જમીન મામલે કઈ ખોટું થયું હોય તો તપાસ કરો. ”

 
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर