લોકડાઉન વચ્ચે મોરબી LCBએ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી જુગાર રમતા 14 લોકોને પકડ્યા

લોકડાઉન વચ્ચે મોરબી LCBએ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી જુગાર રમતા 14 લોકોને પકડ્યા
પકડાયેલા જુગારીઓની તસવીર

અત્યારે લોકડાઉનનો (lockdown) સમય ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનારા આવારા તત્વો બેફામ બન્યા છે.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ અત્યારે લોકડાઉનનો (lockdown) સમય ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનારા આવારા તત્વો બેફામ બન્યા છે. જોકે, મોરબી એસલીબીની ટીમે લોકડાઉનમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ઘોડી પાસાનો જુગાર (Gambling) રમતા 14 લોકોને પકડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ મળીને 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છેકે આગાઉ પણ એ ડિવિઝન વિસ્તારમાંથી એલસીબી ટીમે ઘોડી પાસાની કલબ અને એસઓજી અને એલસીબી ટીમના સંયુક્ત ઓપરેશન માં ગાંજાના રેકેટનો પર્દાફાશ કરી 21 કિલો ગાંજો પકડી પાડ્યો હતો. સામાન્ય રીતે અન્ય એજન્સી કે પોલીસ રેડ કરે તો જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાય છે. પરંતુ મોરબીમાં એવું બન્યું હોય એવું લાગતું નથી.

  મળતી માહિતી પ્રમાણે મોરબીમાંએ ડિવિઝન વિસ્તારમાં ગત 01 મેં ના રોજ મોરબી એલસીબી ટીમ દ્વારા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ખાટકીવાસમાં ઘોડીપાસાનો જુગાર રમતા 14 ઇસમોને રોકડા રૂ. 2,01,500 તથા મોબાઇલ ફોન નંગ 14, કિ.રૂ. 56,500ના મળી કુલ રૂ. 2,58,000ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. (local crime branch) દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે આરોપી હનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઇ મેમણ પોતાના ઢોર બાંધવાના વાડાની ઓરડીમાંથી કુલ 14 ઇસમોને રોકડા રૂ. 2,01,500, ઘોડીપાસના પાસા નંગ 12 તથા મોબાઇલ ફોન નંગ 14, કિ.રૂ. 56,500ના મળી કુલ રૂ. 2,58,500ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.  પોલીસે આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો નોંધાવી અને હનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઇ, શોકત નુરમહમંદભાઇ કાથરોટીયા, નવાઝ ઇકબાલભાઇ લાખા, હુશેન અલીભાઇ કાથરોટીયા, યાસીન રજાકભાઇ બકાલી, મહમદરફીક ગફારભાઇ કટારીયા, અહેમદ યુસુફભાઇ ચૌહાણ, હુશેન ઇકબાલભાઇ લાખા, કિશન દિલીપભાઇ કાનાબાર, હુશેન અલારખાભાઇ શેખ, અલીમહમદ તારમહમદભાઇ જુનાણી, બોદુભાઇ બાલાભાઇ ચૌહાણ, ગુલામ હનીફભાઇ મોવર તથા ઇરફાન વલીભાઇ તરકવાડીયા (રહે. બધા મોરબી)ની અટકાયત કરવામાં આવેલી છે.

  અગાઉ પણ મોરબી એલસીબીએ 21 કિલો ગાંજો પકડ્યો હતો
  જોકે મોરબી સીટી પોલીસમથકના વિસ્તારમાંથી અગાઉ પણ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી મોરબી એલસીબી ટીમે અને એસઓજી ટીમે અને એસઓજી ટીમે સયુંકત ઓપરેશન કરી એ સ્થાનીક પોલીસ ને ઉંઘતી રાખી નાક કાપ્યુ હતું જેમાં મોરબીમાં ઘુસાડવામાં આવતા ગાંજાના રેકેટનો પર્દાફાશ કરી સુરતથી પાર્સલની આડમાં ખાનગી ટ્રાવેલ્સમાં લાવવામાં આવતો રૂપિયા ૧.૨૧ લાખની કિંમતનો ૨૧ કિલો ગાંજો શહેરમાં તબાહી મચાવે એ પહેલાં જ પકડી પાડયો હતો અને સાથે જ આ ધંધા સાથે જોડાયેલ ગેંગના સભ્યોને પણ પકડી પાડ્યાં હતા જો કે આ ગુનામાં એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરી પાસે ડી સ્ટાફ ના માણસે જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડયું હતું.

  એ ડિવીઝન પીઆઈની હદમાં બહારની એજન્સી આટલી રેડ કરી જાય તો તેઓ શું કરી રહ્યા છે?
  મોરબી સીટી એ ડિવિઝન પોલીસમથકમાં એલસીબી અને એસઓજી ટીમની આવી એક જ રેડ નથી અન્ય એક રેડ પણ પોલીસ ચોપડે એ ડિવિઝન પોલીસને ઊંઘતી રાખી કરવામાં આવી છે. જેમાં મોરબી એલસીબી ટીમે ગ્રીન ચોક વિસ્તારમાંથી અગાઉ પણ આરિફ યાકુબભાઈ મેમણ કચ્છી ના ઘરમાં રોકડ સાથે ઘોડી પાસા ની કલબ પકડી પાડી હતી. જોકે અન્ય દારૂ અને જુગારની એલસીબીની ઘણી રેડો ચોપડે નોંધાયેલા છે આ તો ફકત મોટી રેડની વાત કરી હતી પરંતુ મોરબી એલસબી અને એસઓજી ટીમના આ બધી રેડ પરથી એ સ્પષ્ટ થાય છે કે એ ડિવીઝન પીઆઈની હદમાં બહારની એજન્સી આટલી રેડ કરી જાય તો તેઓ શું કરી રહ્યા છે? શું તેઓ આ વાત થી અજાણ છે? જો એલસીબી અને એસઓજી ટીમ આ ઘોડીપાસા અને ગાંજાના પર્દાફાશ કરી શકતી હોય તો એ ડિવીઝન પોલીસે આજદીન સુધી કેમ કોઈ પગલાં લીધાં નહીએ સો મણ નો સવાલ છે જો કે એ ડીવીઝન પોલીસ કેમ રેડ નથી કરતી ? એ મોટો સવાલ છે

  ત્રણ ત્રણ રેડ થઇ હોવા છતાં કેમ એ ડિવિઝન પીઆઇ પર કોઈ પગલાં કેમ નહીં?
  જોકે પોલીસના નિયમાવલી અને આદેશ અનુસાર કોઈ એજન્સી કે ટિમ રેડ કરે તો સ્થાનિક પોલીસ અધિકારીઓ પર તુરંત પગલાં લેવામાં આવે છે અને આવા અનેક અધિકારીઓને ભોગ પણ બનવું પોડ્યું છે ત્યારે આવડી મોટી ત્રણ ત્રણ રેડ થઇ હોવા છતાં કેમ એ ડિવિઝન પીઆઇ પર કોઈ પગલાં લેવામાનથી આવતા શું મોરબીના નિયમો અને ગુજરાતના અન્ય જિલ્લાઓના નિયમો અલગ છે જોકે આવા કિસ્સાઓમાં એક વાર રેડ થી જે અધિકારીઓ ભોગ બન્યા તેની સાથે અન્યાય થયો હોય તેમ પણ કહી શકાય તેમાંકોપી શંકાને સ્થાન નથી જો કેમોરબીમાં ભૂતકાળમાં અનેક અધિકારીઓ પર પગલાં લેવામાં આવ્યા છે ત્યારે ઉપરોક્ત રેડને ધ્યાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવી અનિવાર્ય બની જાય છે.
  Published by:News18 Gujarati
  First published:May 22, 2020, 22:28 pm

  ટૉપ ન્યૂઝ