Home /News /kutchh-saurastra /મોરબી: પ્રેમિકાના ભાઈએ મિત્રો સાથે મળી યુવકને માર્યા છરીના ઘા, બનાવ હત્યામાં પલટાયો

મોરબી: પ્રેમિકાના ભાઈએ મિત્રો સાથે મળી યુવકને માર્યા છરીના ઘા, બનાવ હત્યામાં પલટાયો

મોરબી બાયપાસ પાસે પ્રેમીકાના ભાઈએ મિત્રો સાથે મળી કરેલ હુમલામાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હ.તો જ્યારે આ બનાવ હત્યામાં પલટાઈ જતા હવે હત્યાની કલમનો ઉમેરો કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી આરંભી છે.

અતુલ જોશી, મોરબી: મોરબીમાં ગત 14 ઓગસ્ટની રાત્રિના સમયે ભાવિક પુજારા નામના યુવક પર ઇલ્યાસ ઇશ્માઇભાઇ બ્લોચ નામનાં યુવકે તેના સાથીઓ નવાજ બ્લોચ, શહેઝાદ શબ્બીર સિપાઈ સાથે મળી તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયેલ હતા અને 14 દિવસની સારવાર દરમિયાન આજે યુવકનું મોત નીપજ્યું હતું. જેથી આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.

બનાવની વિગત મુજબ મૃતક યુવાન ભાવિક પુજારા આરોપી ઇલ્યાસની બહેન સાથે અવારનવાર ફોન પર વાતો કરતો હતો. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેની શંકાના આધારે આરોપી અને તેના સાથીઓએ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે શનાળા બાયપાસ રોડ પર નવા બનેલ ઓવરબ્રીજ નીચે- ભાવિકની બાઈક સાથે પોતાની એકસેશ ગાડી અથડાવી હતી. આ દરમિયાન ભાવિકને નીચે પછાડી દીધો હતો. જે બાદ આરોપીઓ તેના પર છરી વડે તૂટી પડ્યા હતા અને આઠ-દસ જેટલા છરીના ઘા ઝીંકી જીવલેણ ઈજાઓ પહોચાડી હતી.

આ પણ વાંચો- સુરતમાં ગેરકાયદેસર તબેલા પર મનપાની કાર્યવાહી બાદ માલધારીઓનું પ્રદર્શન

આરોપીઓએ મૃતક ભાવિક પુજારાને છરીના ઘા માર્યા બાદ કહ્યું હતું કે, હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહીં નહીતર સારાવાટ નહી રહે. તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે ભાવિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે 14 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે સમગ્ર મામલે ભાવિકના પિતા ભરતભાઇ લક્ષ્મીચંદ પુજારાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હ.તો જ્યારે આ બનાવ હત્યામાં પલટાઈ જતા હવે હત્યાની કલમનો ઉમેરો કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી આરંભી છે.
First published:

Tags: Morbi Crime, Morbi latest Crime News, Morbi Police, મોરબી