મોરબીમાં પ્રદૂષણ ફેલાવતા સીરામિક યુનિટોને બંધ કરવા હાઇકોર્ટનો આદેશ

News18 Gujarati
Updated: June 13, 2018, 8:45 PM IST
મોરબીમાં પ્રદૂષણ ફેલાવતા સીરામિક યુનિટોને બંધ કરવા હાઇકોર્ટનો આદેશ
News18 Gujarati
Updated: June 13, 2018, 8:45 PM IST
સીરામિક હબ ગણાતા મોરબી-વાંકાનેર વિસ્તારમાં આવેલા સીરામિટ યુનિટો માટે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આજે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આદેશ આપતા કહ્યું છે કે, જે સીમારિક યુનિટો સંબધિત પર્યાવરણનાં કાયદાનું પાલન કરતા નથી તેમને બંધ કરી દેવામાં આવે.

હાઇકોર્ટે નોંધ્યુ છે કે, મોરબીમાં સીરામિટ યુનિટો દ્વારા પર્યાવરણને પુરી ન શકાય તેવું નુકશાન થઇ ચૂક્યુ છે અને આ પ્રદૂષણનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. આ પ્રદુષણ માત્ર હાલની પેઢીને જ નહીં પણ ભવિષ્યની પેઢીને પણ નુકશાન કરશે.

હાઇકોર્ટે એમ પણ કહ્યુ કે, જીપીસીબી આ ક્ષેત્રે આવી રહેલી નવી ટેકનોલોજી વિશે પણ વિચારવું જોઇએ. આ નવી ટેકનોલોજીની શક્યતા ચકાસી હાલમાં વપરાતી ટેકનોલોજીથી થતું પર્યાવરણનું નુકશાન અટકાવવા માટે પ્રયાસ કરવા જોઇએ. ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર દિગ્વિજયસિંહ રાણા દ્વારા દાદ માંગવામાં આવી હતી કે, મોરબી-વાંકાનેર વિસ્તારમાં આવેલી સીરામિક ફેક્ટરીઓમાં વપરાતા કોલગેસીફાયર (કોલસા આધારિત ગેસીફાયર)ને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. કેમ કે, કોલ ગેસીફાયર મોરબી અને આસપાસનાં વિસ્તારમાં હવા અને પાણીનું પ્રદુષણ ફેલાવે છે અને પર્યાવરણને મોટુ નુકશાન કરે છે. સીરામિક ફેક્ટરીઓ દ્વારા હાલમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તે યોગ્ય નથી અને તેના કારણે પર્યાવરણને નુકશાન થઇ રહ્યું છે.

આ મામલે અગાઉ, ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી-પૂના) ખાતે પણ પીટીશનો થઇ હતી. એન.જી.ટીએ આ મુદ્દે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પ્રદૂષણ ઓકતા સીરામિક યુનિટોને બંધ કરવાના આદેશ પણ આપ્યા હતા. અરજદારે તેમની પિટીશનમાં વિનંતી કરી હતી કે, એન.જી.ટી દ્વારા અગાઉ આદેશો આપવામાં આવ્યા હતા છતાં કોલ ગેસીફાયરનો વપરાશ ચાલુ જ છે અને પ્રદુષણ ફેલાવવાનું બંધ થયુ નથી. જીપીસીબીએ આ આદેશોનું પાલન કર્યુ નથી.

આ સંદર્ભે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હાઇકોર્ટમાં કરેલી એફિડેવિટમાં જણાવ્યુ હતુ કે, 860 સીરામિક ફેક્ટરીઓને આ બાબતે એપ્રિલ (2018)માં શો-કોઝ નોટિસો આપવામાં આવી હતી.

જીપીસીબીની એક ટીમે 729 સીરામિક ફેક્ટરીઓની સ્થળ-તપાસ કરી હતી. મોરબી-વાંકાનેર વિસ્તારમાં 850 જેટલા સીરામિક યુનિટો આવેલા છે. આ તપાસ દરમિયાન જોવા મળ્યુ કે, 430 સીરામિક યુનિટોમાં કોલ ગેસીફાયરનો ઉપયોગ થતો હતો અને 299 યુનિટો ગેસીફાયર વગર ચાલતા હતા. આ 430 યુનિટોમાંથી 9 યુનિટો દ્વારા ટાઇપ-એ ગેસીફાયરનો ઉપયોગ થતો હતો. ટાઇપ-એ ગેસીફાયરનો ઉપયોગ કરતા યુનિટનો બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને એ પ્રતિબંધિત છે.

અરજદારે તેમની પિટીશનમાં દાદ માંગી હતી કે, પ્રદૂષણ ફેલાવતા ટાઇપ-બી ગસીફાયરનો ઉપયોગ કરતા યુનિટોને પણ બંધ કરવામાં આવે. જીપીસીબી દ્વારા જે 729 યુનિટોની તપાસ કરવામાં આવી તેમાંથી 403 યુનિટો ટાઇપ-બી ગેસીફાયરનો ઉપયોગ કરતા જણાયા હતા.
Loading...

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (પુના)એ આ મુદ્દે તજજ્ઞોની એક કમિટી રચી હતી. આ કમિટીએ તેના રિપોર્ટમાં નોંધ્યુ હતુ કે, સીરામિક યુનિટો દ્વારા ટાઇપ-બી ગેસીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ યુનિટો હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવે છે અને આ પ્રકારના યુનિટોને બંધ કરી દેવા જોઇએ. અરજદારે એવી માંગણી કરી હતી કે, એન.જી.ટીએ આપેલા આદેશનું જી.પી.સી.બી પાલન કરતું નથી.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर