ભારે વરસાદથી મોરબીના મોટાભાગના ડેમો ઓવરફ્લો, આસોઇ નદીમાં યુવક તણાયો

બીજી તરફ વાંકાનેર પીપળીયા રોડ ઉપર તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં અમરસરનો એક યુવક પાણીમાં તણાયો હોવાની ઘટના બની હતી.

News18 Gujarati
Updated: September 9, 2019, 11:40 PM IST
ભારે વરસાદથી મોરબીના મોટાભાગના ડેમો ઓવરફ્લો, આસોઇ નદીમાં યુવક તણાયો
નદીની તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 11:40 PM IST
અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે મોરબીના મોટાભગના ડેમો ઓવરફ્લો થયા છે આજે ફરી મેઘરાજાની મોરબી પંથકમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેના લીધે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી છે. તો બીજી તરફ વાંકાનેર પીપળીયા રોડ ઉપર તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં અમરસરનો એક યુવક પાણીમાં તણાયો હોવાની ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ અમરસર ગામના રહેવાસી દેવશી રમેશભાઈ દેગામા ઉંમર વર્ષ આશરે 22 આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમરસર ગામથી આગળ અને તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં ન્હાવા માટે ગયો હતો. જે તિથવાના બોર્ડ પાસેથી પાણીમાં તણાઈ ગયો હોવાની ઘટના ઘટી છે.

વધુ મળતી માહિતી મુજબ તે આ નદીના પ્રવાહમાં આગળ ખેંચાઈને લાલશાહ પીરની દરગાહ પાસે પસાર થતી આસો નદી ઉપર કુબાએ જવાના રસ્તા ઉપર બનાવેલ કોઝવે સુધી તણાઈ આવવાની શક્યતાઓ છે અને ત્યાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમણી લાશને બહાર કાઢવામાં આવી છે આજે વહેલી સવારે ખેરવા પંથકમાં સિંધાવદર સુધી ખૂબ સારો વરસાદ પડ્યો હતો જેના કારણે આ યુવક તીથવા ના બોર્ડ પાસે આસો નદીમાં ન્હાવા પડ્યો હતો ત્યારે ઉપરથી અચાનક વધુ પાણી આવી જતા તે આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં નદીમાં ડૂબવાની આ ચોથી ઘટના ઘટી છે. આસો નદીમાં બે ઘટના અને મચ્છુ નદીમાં બે ઘટના ઘટી છે. જેમાં મચ્છુ નદીમાં ડુબેલા બંનેની ડેડબોડી મળી આવી છે, જ્યારે આસો નદીમાં રાતીદેવડી ખાતે ડૂબેલ મહેન્દ્ર હજુ સુધી મળેલ નથી. જયારે આજે અમરસરનો ડુબેલા દેવશીની ડેડબોડી મળી આવી છે. આમ આ વર્ષે નદીના પાણીએ વાંકાનેરમાં ચાર વ્યક્તિનો ભોગ લીધો છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના મોટાભાગના ડેમો ઓવરફલો થઇ ગયા છે ખાસ કરીને મચ્છુ 01,મચ્છુ 02 અને મચ્છુ 03 ડેમોના દરવાજા ખોલી દેવામાં આવતા મચ્છુ નદી બે ગઈ છે જયારે મચ્છુ 03 ડેમના દરવાજા ખોલવામાં આવતા 22 કરી દેવામાં આવ્યા હતા અને તમામ નદીકાંઠાના વિસ્તરોમાં રગેટ લોકોને સલામત ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી

મોરબીમાં વર્ષ 2017 માં વધુ વરસાદ પડતા મચ્છુ 01,સાચું 2 અને મચ્છુ 03 ડેમ ઓવરફ્લો થયા હતા જેના લીધે મચ્છુ 01 અને મચ્છુ 03 ડેમોના દરવાજા ખોલી નાખવામાં આવતા પુષ્કળ પાણી છોડવામાં આવ્યું હતું જેના લીધે માળીયા મિયાણા ના છેવાડા ના વાઢ વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા આને અનેક લોકોની સ્થતિ કપરી બની ગઈ હતી તેમજ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આવર્ષે તંત્ર દ્વારા 2017 ના પુનરાવર્તન ના થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે એમ છતાં જો આગામી સમયમાં આ જ રીતે મેઘરાજા પોતાનું વ્હાલ વરસાવતા રહ્યા તો મોટી સન્ખ્યમાં પાણી નો જથ્થો છોડી દેવામાં આવશે અને અન્ય કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર ખડેપગે છે .
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...