હળવદના નવા માલણીયાદ ગામનાં પરીવારે રાજ્યપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી છે.
Demanding Death Wish: હળવદના નવા માલણીયાદ ગામનાં પરીવારે રાજ્યપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરીયા બાદ ફરીયાદ ન નોંધાતા આખા પરીવારે મોત માગ્યું. પરીવારના આઠ સભ્યોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી.
મોરબી: હળવદના નવા માલણીયાદ ગામના પરિવારે રાજ્યપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કર્યા બાદ ફરીયાદ ન નોંધાતા આખા પરીવારે ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી છે. પિતાએ આત્મહત્યા કરી ત્યારે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરુ છું, પણ હજુ સુધી FSLનો રિપોર્ટ ન આવ્યો હોવાથી કોઈ ફરિયાદ ન નોંધાતા પરિવારના આઠ સભ્યોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી છે.
મૃત્યુના બે દિવસ બાદ સ્યુસાઇડ નોટ રજૂ કરી હતી
હળવદના નવા માલણીયાદ ગામે પરીવારે રાજ્યપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. પિતાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યા બાદ ફરીયાદ ન નોંધાતા ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. ગોપાલભાઇ જયંતિભાઇ પરમારે રાજ્યપાલને પત્ર લખી આખા પરીવારના ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી છે. પરીવારના આઠ સભ્યો સાથે ઇચ્છા મૃત્યુની પત્ર લખી માંગ કરી છે. મળતી માહિતી અનુસાર, મૃતકના ભાઈ ભરતભાઈએ જ્યારે પોલીસ મથકે નોંધ કરાવી ત્યારે મૃતકના દેવા બાબતે કોઇ જાણ કરી ન હતી. જ્યારે બે દિવસ પછી સ્યુસાઈડ નોટ રજૂ કરવામાં આવતા પોલીસે તેને એફેએસએલમાં મોકલી હતી. હજુ સુધી FSLનો રિપોર્ટ આવ્યો નથી, જેથી ફરિયાદ નોંધવામાં આવી નથી.
બીજી બાજુ, સુરત પોલીસે ફરી એક વખત વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. સુરતના સચિન અને સચિન જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. ગરીબ લોકોને ગેરકાયદેસર રીતે પૈસાની જરૂર હોય ત્યારે રૂપિયા આપી તેના પેટે ઊંચું વ્યાજ વસૂલી તેમનું લોહી ચૂસવાનું કામ કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ સતત લાલ આંખ કરી રહી છે, જ્યારે સુરતના આઈ ડિવિઝન વિસ્તારમાં સચિન અને સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે અને 14 લોકોની ધરપકડ કરી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર