Home /News /kutchh-saurastra /મોતની દીવાલ: હળવદમાં મીઠાના કારખાનાની દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત; સીએમ બનાવ સ્થળની લેશે મુલાકાત

મોતની દીવાલ: હળવદમાં મીઠાના કારખાનાની દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત; સીએમ બનાવ સ્થળની લેશે મુલાકાત

દીવાલ પડતાં શ્રમિકોનાં મોત

Morbi wall collapse: મળતી માહિતી પ્રમાણે હળવદ જીઆઈડીસી ખાતે આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં આજે દીવાલ પડી જતા દુર્ઘટના ઘટી હતી. દીવાલ પડતા તેની નીચે 30 જેટલા શ્રમિકા દબાયા હતા.

મોરબી: મોરબી જિલ્લાના હળવદ (Halvad) ખાતે મીઠાના કારખાનાની દીવાલ પડતા નવ જેટલા શ્રમિકોના મોત થયાં છે. મળતી માહિતી પ્રમાણે દીવાલ પડતાં 30 જેટલા શ્રમિકો નીચે દબાયા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે અત્યારસુધીમાં 12 શ્રમિકોના મૃતદેહ (Dead body) બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોને બહાર કાઢવા માટે જેસીબી મશીન (JCB Machine)ની મદદ લેવામાં આવી હતી. જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હળવદ ખાતે બનાવ સ્થળની મુલાકાત લેશે.  પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃૃતકોને સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.

મૃતકોને પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી રાહતની જાહેરાત


હળવદની ઘટનામાં માર્યા ગયેલા શ્રમિકાના પરિવારજનોને પીએમ નિધિ રાહત ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાલ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયાના રાહતની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે મૃતકોને ચાર લાખની સહાયની કરી જાહેરાત


બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતે GIDCમાં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

30 શ્રમિકો દબાયા


મળતી માહિતી પ્રમાણે હળવદ જીઆઈડીસી ખાતે આવેલા સાગર સોલ્ટ (Sagar Salt) નામના કારખાનામાં આજે દીવાલ પડી જતા દુર્ઘટના ઘટી હતી. દીવાલ પડતા તેની નીચે 30 જેટલા શ્રમિકા દબાયા હતા. જે બાદમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. 30 જેટલા શ્રમિકો દબાયા હોવાથી મૃત્યાંક વધવાની શક્યતા રહેલી છે.

દીવાલ પડ્યા બાદ સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ બનાવ બપોરના 12 વાગ્યાની આસપાસ બન્યો હતો. સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ બનાવ બાદ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવ બાદ 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ દીવાલ કયા કારણોને લીધે ધરાશાયી થઈ હતી તેની કોઈ માહિતી મળી નથી.



આ પણ વાંચો: ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો, હાર્દિક પટેલનું રાજીનામું 


બાજુમાં મીઠાન સટો લાગતા દીવાળી તૂટી પડી


મળતી માહિતી પ્રમાણે દીવાલ નજીક મીઠાનો સટો લગાવવામાં આવ્યો હતો. જેના પગલે દબાણ આવતા દીવાલ તૂટી પડી હતી. આ દરમિયાન દીવાલની બાજુમાં પેકિંગનું કામ કરતા શ્રમિકો નીચે દબાયા હતા. એવી પણ માહિતી મળી છે કે બપોરના સમયે જમવાનો સમય હોવાથી અસંખ્ય મજૂરો જમવા માટે ગયા હતા, નહીં તો અનેક શ્રમિકોનાં જીવ ગયા હોત. જીવ ગુમાવનારા મજૂરો રાધનપુર બાજુના શ્રમિકો હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચો: રાજીનામા પત્રમાં હાર્દિક પટેલે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર કર્યાં ભરી ભરીને આક્ષેપો

સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી

આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, દીવાલની બાજુમાં મીઠાની થેલીઓ ખડકવામાં આવી હતી. જેના ભારને પગલે દીવાલ તૂટી હોઈ શકે છે. બનાવ બાદ બચાવ કામગારી શરૂ કરી દેવામાં આવી હતી. મોતન અંદાજ લગાવવો મુશ્કેલ છે. જે બનાવ બન્યો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.Morbi wall collapseહળવદમાં દીવાલ પડતા મૃત્યુને ભેટેલા શ્રમિકો

૧) રમેશભાઈ નરશીભાઈ ખીરણા (ઉં.વ.૪૫)
૨) કાજલબેન જેઠાભાઇ ગણેશિયા (ઉં.વ..૨૭)
૩) દક્ષાબેન રમેશભાઈ કોળી (ઉં.વ. ૧૮)
૪) શ્યામભાઈ રમેશભાઈ કોળી (ઉં.વ. ૧૩)
૫) રમેશભાઈ મેઘાભાઈ કોળી (ઉં.વ. ૪૨)
૬) દિલાભાઈ રમેશભાઈ કોળી (ઉં.વ.૨૬)
૭)દીપકભાઈ દિલીપભાઈ સોમાણી કોળી (ઉં.વ. ૫૪)
૮) મહેન્દ્રભાઈ (ઉં.વ. 3૦)
૯) દિલીપભાઈ રમેશભાઈ (ઉં.વ. ૨૫)
૧૦) શીતલબેન દિલીપભાઈ (ઉં.વ. ૩૨)
૧૧) રાજી બેન ડાહ્યાભાઈ ભરવાડ (ઉં.વ. ૩૦)
૧૨) દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ (ઉં.વ. ૧૬)
First published:

Tags: Morbi, Salt, અકસ્માત, મોત

विज्ञापन