હળવદમાં માનવતા મરી પરવારી, શ્વાન પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો


Updated: October 1, 2020, 10:34 AM IST
હળવદમાં માનવતા મરી પરવારી, શ્વાન પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો
ગોળી મારીને શ્વાનની હત્યા કરાતા લોકોમાં રોષ.

પોલીસે બનાવની નોંધ કરી શ્વાનના મૃતદેહને પીએમ અર્થે ગાંધીનગર લેબમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી.

  • Share this:
અતુલ જોશી, મોરબી: હળવદની પોસ્ટ ઓફિસ (Halvad Post Office) પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ એક શ્વાન (Dog)ને ગોળી મારી મોતને ઘાત ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અબોલ જીવની હત્યા થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યોછે. પોલીસે શ્વાનના મૃતદેહને પીએમ (Post Mortem) અર્થે ખસેડ્યો છે. આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

પ્રાથમિક તપાસમાં હળવદમા પોસ્ટ ઓફિસ પાછળની શેરીમાં રાત્રી દરમિયાન કોઈ વિઘ્ન સંતોષી તત્વોએ ફાયરિંગ કરીને શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવથી હળવદ જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. મૃત્યુ પામેલા શ્વાનનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ જીવદયા પ્રેમીઓએ માગણી કરી છે કે આવું અમાનવીય કૃત્ય આચરનાર તત્વોને પકડી પાડી કાયદેસર કાર્યવાહીકરવામાં આવે.

આ પણ વાંચો: 


ભૂતકાળમાં પણ હળવદમાં છાસવારે અબોલ જીવો અત્યાચાર થયા હતા. હવે વધુ એક આવી ઘટના સામે આવતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની લોક માંગણી ઉઠી છે. હાલ હળવદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અજાણ્યા શખ્સોએને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શ્વાનના મૃતદેહને પીએમ અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યો છે. હળવદમાં આવા બનાવ બાદ રોષની લાગણી વ્યાપી છે.

ઉલ્લેખનીય છે કે વિકૃત આનંદ મેળવવા માટે અનેક વખત અબોલ જીવો સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવે છે. ખાસ કરીને શેરીઓમાં રખડતા શ્વાનોને તીક્ષ્ણ હથીયારના ઘા મારી દેવા, તેમના પર એસિડ છાંટી દેવાના બનાવો બનતા રહે છે. આ ઉપરાંત ગાયોના ચારામાં ખીલી, ખીલા ભેળવી દેવા, તેમના પર એસિડ છાંટી દેવાના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાતા રહે છે.

કેરળના મલ્લપુરમા ખાતે એક હાથણીને ફળમાં  વિસ્ફોટક ભરીને ખવડાવી દેવાના બનાવે દેશભરમાં ચર્ચા જગાવી હતી. ફળ ખાવાથી હાથણીના ઝડબામાં ઈજા પહોંચી હતી. જે બાદમાં તેનું મોત થઈ ગયું હતું. પોસ્ટ મોર્ટમ બાદ માલુમ પડ્યું હતું કે આ હાથણી ગર્ભવતી હતી.
Published by: Vinod Zankhaliya
First published: October 1, 2020, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading