અતુલ જોષી, મોરબી : હળવદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અનેકવાર ગૌવંશો પર હીંચકરા જીવલેણ હુમલાઓની ઘટના સામે આવે છે. ત્યારે આજે પણ હળવદના માથક ગામે 8 જેટલી ગાયો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક જીવદયા પ્રેમીઓની માંગ છે કે, રાજનેતાઓ અને પોલીસ તંત્ર સાથે મળીને આવા બનાવો અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરે.
જોકે, આ હુમલાના આરોપીને સ્થાનિક લોકોએ જ ઝડપી પાડ્યો છે. તેની પાસેથી તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યાં છે. હાલ પોલીસ દ્વારા આરોપીને હળવદ પોલીસ મથકે લઇ આવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, હળવદ તાલુકાના માથક ગામે આજે અજાણ્યા શખ્સોએ 8 ગૌવંશની પીઠ અને શરીરના અન્ય ભાગોમાં ક્રૂરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંક્યા હતા. જેનાથી ગૌવંશ લોહી લુહાણ હાલતમાં હતા જે જોઇને પશુપ્રેમીઓમાં ઘણો જ રોષ વ્યાપ્યો છે. આથી ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને એક હુમલાખોરને પકડી પાડ્યો હતો અને આ હુમલાખોરને હળવદ પોલીસને હવાલે કર્યો હતો.
હળવદ પંથકમાં ગૌવંશ ઉપર સતત હુમલાઓની ઘટનાથી ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો.આથી ગૌપ્રેમીઓએ માથક ગામે જાતે જ વોચ ગોઠવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને એક હુમલાખોરને ઝડપી લીધો હતો.આ હુમલાખોરનું નામ રાજુ આદિવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગૌપ્રેમીઓએ પોલીસને બોલાવીને આ આરોપીને તેમના હવાલે કરી દીધો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર