આ ગુજરાતની દીકરીએ વિરાટ કોહલીને આપી ભેટ, જાણો કેમ

News18 Gujarati
Updated: January 26, 2019, 8:52 PM IST
આ ગુજરાતની દીકરીએ વિરાટ કોહલીને આપી ભેટ, જાણો કેમ
આ ગુજરાતની દીકરીએ વિરાટ કોહલીને આપી ભેટ

ટોસ દરમિયાન હનાહ રાવલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન સાથે ઉપસ્થિત રહી

  • Share this:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 26 જાન્યુઆરીએ બીજી વન-ડે મેચ રમાઈ હતી. આ મેચમાં ટોસ દરમિયાન ગુજરાતની દીકરી હનાહ રાવલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન સાથે ઉપસ્થિત રહી હતી. આ સમયે હનાહે વિરાટને પોતે દોરેલ પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. કોહલીએ પેઇન્ટિંગના વખાણ કર્યા હતા.

કેવી રીતે ટોસ ઉછાળવાની મળી તક
મૂળ હળવદના વતની અને વર્ષ 2007 થી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા નિલયભાઈ રાવલ ન્યુઝીલેન્ડની નાગરિકતા ધરાવે છે. તેઓ હાલ ન્યુઝીલેન્ડમાં બિઝનેસ કરી રહ્યા છે. તેમની નવ વર્ષની દીકરી હનાહે ANZ બેન્કની એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા બની છે. જેથી તેને ટોસ ઉછાળવાની સોનેરી અવસર મળી હતી. ANZ બેન્ક હાલ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી વનડે શ્રેણીમાં મુખ્ય સ્પોન્સર છે.આ પણ વાંચો - નેપાળના ક્રિકેટર રોહિત પાઉડેલે તોડ્યો સચિનનો રેકોર્ડ, મેળવી ખાસ સિદ્ધિ

ઇન્ડિયાએ બે ઓવલમાં રમાયેલ બીજી વન-ડેમાં યજમાન ન્યૂઝીલેન્ડને 90 રને હરાવીને ભારતના લોકોને પ્રજાસત્તાક દિવસની ભેટ આપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 324 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધારે 87 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 40.2 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर