મોરબી સિરામીક ઉદ્યોગને ઝટકો! GPCBના 500 કરોડના દંડ સામે 25 ટકા ભરવાનો હાઇકોર્ટનો આદેશ

મોરબીના સિરામીક ઉદ્યોગોને જીપીસીબીએ ફટકારેલા દંડ મામલે હાઇકોર્ટે 25 ટકા રકમ ભરવા ફરમાન કર્યુ

Morbi Ceramics News : મોરબીના સિરામીક ઉદ્યોગને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના (National Green Tribunal) આદેશ અન્વયે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે (GPCB) ફટકારેલરૂ. 500 કરોડના દંડ સામે અપીલ પૂર્વે 25 ટકા રકમ ભરવા હાઇકોર્ટનું ફરમાન, હવે સુપ્રિમમાં જંગ. સિરામીક ઉદ્યોગોને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ

  • Share this:
    અતુલ જોશી, મોરબી : મોરબી સીરામીક ઉદ્યોગની (Morbi Ceramic Industries) જાણે માઠી દશા બેઠી હોય તેમ મંદીની સ્થિતિ વચ્ચે હાઇકોર્ટે જોરદાર (Gujarat High court Orders Ceramic Industries) ઝટકો આપ્યો છે. મોરબીના ઉદ્યોગકારોને કોલગેસ ચલાવવા મામલે (Coal Gas in Ceramic Industries Morbi) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના (Nation Green Tribunal) આદેશ અન્વયે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ (GPCB) બોર્ડ કચેરી દ્વારા ફટકારવામાં આવેલા રૂપિયા 500 કરોડના (GPCB 500 Crores Fine To Morbi Ceramic Industries) દંડ પ્રકરણની સુનાવણી પૂર્વે હાઇકોર્ટ દ્વારા દંડની 25 ટકા રકમ ભરી આપવા ઓર્ડર કરતા સિરામીક ઉદ્યોગપતિઓની રાડ ફાટી ગઈ છે અને હવે આ મામલે સુપ્રિમકોર્ટમાં જંગ લડવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

    જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિરામીક એકમો દ્વારા ઇંધણ માટે કોલગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા. આ કોલગેસના પ્લાન્ટથી પર્યાવરણને થતા નુકશાન અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ ફરિયાદો થતા લાંબી તપાસને અંતે એનજીટી દ્વારા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ આપી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીને કોલગેસ પ્લાન્ટ ચલાવતા તમામ એકમોને દંડ ફટકારવા આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશના પગલે જીપીસીબીએ ઇન્ટ્રીમ ઓર્ડર કરી 350 જેટલા સિરામીક એકમોને રૂપિયા 500 કરોડનો દંડ ફટકાર્યો હતો.

    500 કરોડના 25 ટકા એટલે કે 125 કરોડ ભરવા પડે

    બીજી તરફ મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફટકારવામાં આવેલા આકરા દંડને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને સિરામીક ઉદ્યોગકારોને આ કેસ આગળ ચલાવતા પૂર્વે દંડની 25 ટકા રકમ એટલે કે 125 કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ કરતા આ મંદીના સમયમાં ઉદ્યોગકારો આટલી મોટી રકમ જમા કરાવવા પ્રશ્ને વિમાસણમાં મુકાઈ ગયા છે.

    આ પણ વાંચો : હવે ઘર બનાવવું થશે વધારે મોંઘું, મોરબીની ટાઇલ્સનાં ભાવમાં આવશે ઉછાળો

    શું કહે છે સિરામીક એસોસિએશ

    નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ સંદર્ભે મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, 'નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે હવે સુપ્રીમકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવશે.' સિરામીક ઉદ્યોગકારો હવે આ મામલે સુપ્રિમમાં જંગ લડશે.

    આ પણ વાંચો : મોરબી : પાલિકના માજી ઉપપ્રમુખ અને પુત્રની ફિલ્મી ઢબે હત્યા, સગીર સહિત 5 શખ્સોએ જણાવ્યું શા માટે કર્યુ ખૂન

    એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સિરામીકની સ્થિતિ

    એક તરફ ડોમેસ્ટિક માર્કેટમાં માંગમાં ઘટાડો, નેચરલ ગેસના ભાવમાં વધારો, રો મટિરિયલના ભાવ વધારા સહિતના પ્રશ્નોને લઇ અનેક સિરામીક ફેકટરીઓમાં શટડાઉન છે તેવા સમયે જ નામદાર ગુજરાત હાઇકોર્ટના આકરા આદેશને પગલે સિરામીક ઉદ્યોગ માથે વધુ એક ઉપાધિ આવી પડી છે.'
    Published by:Jay Mishra
    First published: