Home /News /kutchh-saurastra /Morbi Election Date 2022: મોરબીના મતદારો કોને મત આપશે? તાજેતરમાં બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો જીવ

Morbi Election Date 2022: મોરબીના મતદારો કોને મત આપશે? તાજેતરમાં બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો જીવ

મોરબી જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે

Gujarat Morbi Election Date 2022: ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી.

    મોરબી: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, બાદમાં કૉંગ્રેસના ચૂંટાયેલા એક ધારાસભ્યો રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટાયા પણ  હતા. ઉલ્લેખનીય છે કે મોરબીમાં તાજેતરમાં જ ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 લોકોનાં મોત થયા છે. બ્રિજની દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી પણ મોરબી દોડી ગયા હતા અને પીડિતો સાથે મુલાકાત કરી હતી તેમજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે પણ ચૂંટણીની તારીખની જાહેરાત કરતા પહેલા મોરબીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    2017ની ચૂંટણી પર એક નજર


    Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
    65મોરબીકાંતિભાઈ અમૃતિયાબ્રીજેશ મેરજાINC
    66ટંકારારાઘવજીભાઈ ગડારાલલિત કાગથરાINC
    67વાંકાનેરજીતુભાઈ સોમાણીમોહમ્મદ પીરઝાદાINC


    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે.



    જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat vidhansabha, Morbi, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन