ટંકારા : શ્રાવણિયો જુગાર શરૂ હતો અને આરઆર સેલ ત્રાટકી, 50 લાખનો મુદ્દામાલ, 7 જુગારી ઝડપાયા

ટંકારા : શ્રાવણિયો જુગાર શરૂ હતો અને આરઆર સેલ ત્રાટકી, 50 લાખનો મુદ્દામાલ, 7 જુગારી ઝડપાયા
જુગારના દરોડા પડ્યા તે પોર્શ ઓમ વિલા બંગ્લો

ટંકારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલા બંગલા મા આર આર સેલે 50 લાખના મુદામાલ સાથે સાત જુગારીઓને પકડી પાડયા

 • Share this:

  અતુલ જોશી, મોરબી :  કારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલા બંગલા મા આર આર સેલે 50 લાખના મુદામાલ સાથે સાત જુગારીઓને પકડી પાડયા છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલા માથી ગઈ કાલે સાંજે રાજકોટ રેન્જ ની આર આર સેલને જુગાર રમતા હોય ની બાતમી મળી હતી જેના આધારે રેડ કરતા બંગલા ના કબજા માલિક ધવલ ભગવાનજી છત્રોલા રહે.બોની પાર્ક રવાપર રોડ મોરબી  ,બાબુ રૂગનાથ ભાડજા રહે.ચંદ્રેશ નગર મોરબી ,જીવરાજ મેધજી મોસાણ રહે ઋષભ પાર્ક મોરબી , હષઁદ ભાણજી સંધાણી રહે નાની વાવડી મોરબી ,પંકજ જયંતિ  છત્રોલા રહે.ચકમપર તા.મોરબી ,રજનીકાંત ભવાન જીવાણીરહે.અવની રોડ મોરબી ,મહેશ રૂગનાથ કુડારીયા રહે.ઉમિયા સર્કલ મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા.
   દરોડામાં રોકડ રકમ 25,44,100 તેમજ મોબાઈલ નંગ 08 કિમત રૂ.40,000 /- તેમજ બે કાર કિમત રૂ. ૨૫ લાખ મુદા માલ સહિત કુલ 50,84 ,100 ની રેડ કરતા પતા પ્રેમીમાં ફફડાટ ફેલાયો છે સાથે સ્થાનિક પોલીસને ઉધતી રાખી રાજકોટ પોલીસે રેડ કરતા ભારે ચર્ચા જાગી છે.


  અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણીયા જુગાર રમતા અનેક શકુનીઓ ટંકારા પોલીસે પતા પ્રેમ ભુલાવી દીધો હતો ત્યારે મોડી સાંજે 6 વાગ્યા ના સુમારે આર આર સેલની ટીમે દરોડો પાડયો હતો જેમાં ટંકારા ના સજનપર નજીક આવેલા લકઝરીયઝ ઓમ વિલામાં રેડ કરતા જુગારી ઝડપાયા બાદ સ્થાનિક પોલીસ ને જાણ કરી વિધિવત ગુનો દાખલ કર્યો છે જેમા ફરિયાદી સરકાર તરફે રાજકોટ રેન્જ ના રશિક મનસુખ પટેલ આર આર સેલ કરી છે જ્યારે તપાસ સેલ ના પિ એસ આઈ વિ. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.  Published by:Jay Mishra
  First published:August 16, 2020, 15:41 pm

  ટૉપ ન્યૂઝ