મોરબી: એટ્રોસિટીનાં ગુનામાં કોંગ્રેસ MLA મોહંમદ પીરઝાદા સહિત પાંચની ધરપકડ

News18 Gujarati
Updated: April 9, 2019, 12:22 PM IST
મોરબી: એટ્રોસિટીનાં ગુનામાં કોંગ્રેસ MLA મોહંમદ પીરઝાદા સહિત પાંચની ધરપકડ
મોરબીનાં વાકાનેરમાં એટ્રોસિટીનીં ગુનામાં વાંકાનેરનાં ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ છે

મોરબીનાં વાકાનેરમાં એટ્રોસિટીનીં ગુનામાં વાંકાનેરનાં ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ છે

  • Share this:
મોરબીથી અતુલ કુમાર જોષીનો રિપોર્ટ
વાંકાનેર: મોરબીનાં વાકાનેરમાં એટ્રોસિટીનીં ગુનામાં વાંકાનેરનાં ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. વાંકાનેરનાં કુવાડવાથી કોંગ્રેસનાં મોહંમદ પીરઝાદા ધારાસભ્યનાં પદ માટે ચુંટાયા છે. વાંકાનેરમાં વર્ષ 2012માં સરકારી મિલકતને નુક્શાન પહોચાળવા બદલ તેમનાં પર એટ્રોસિટીનો ગુનો નોધવામાં આવ્યો હતો.

વાંકાનેરનાં ધારાસભ્ય મોહંમદ પીરઝાદાએ ધરપકડ પર સ્ટે મેળવી લીધો હતો. આ સ્ટે હટ્યા બાદ પોલીસે તેમની ધરપકડની કાર્યવાહી કરી છે. જોકે ધારાસભ્ય મોહંમદ પીરઝાદા સહિતનાં તમામ પાંચ લોકોએ આ મામલે આગોતરા જામીન લઇ લીધા હતાં. અને તેઓ હાલમાં છુટી પણ ગયા છે. આપને જણાવી દઇએ કે હાલમાં ચૂંટણી ટાણે  એટ્રોસિટીનાં કેસમાં ધરપકડ થતાં રાજકારણ ગરમાયુ છે.

ચૂંટણી માહિતી-
પીરઝાદા પાસે વાકાનેરની આ બેઠક વર્ષ 2002થી અત્યાર સુધી તેમની પાસે જ છે. આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં તેમને ભાજપના જીતૂભાઇ કાંતિ ભાઇ સોમાનીને હરાવ્યા હતાં. ખાસ વાત તો એ છે કે, વાંકાનેરમાં ફક્ત 27 ટકા મુસ્લિમ વોટર્સ છે. પીરઝાદાને લોકલ હિન્દુ વોટર્સનું પણ સમર્થન છે.

આ પણ વાંચો-ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન BJP માટે કેમ આટલું મહત્વનું? 
First published: April 9, 2019, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading