મોરબી : દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું, બુથ નંબર 207માં VVPAT બંધ થતા મતદાન ખોરવાયું

મોરબી : દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું, બુથ નંબર 207માં VVPAT બંધ થતા મતદાન ખોરવાયું
મોરબીમાં પત્રિકાઓ વેચાવાના મુદ્દે પણ કૉંગ્રેસ લાલઘુમ થઈ છે અને ધારાસભ્ય કગથરાએ ગંભીર આરોપો લગાવ્યા છે.

મોરબી બેઠક પર મેરજા અને પટેલ વચ્ચે ભારે રસાકસી, ભાજપ-કૉંગ્રેસના કાર્યકરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

  • Share this:
    મોરબી : રાજ્યમાં આજે વિધાનસભાની (Gujarat Bypoll) 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ પેટાચૂંટણીમાં નાની મોટી ઘટનાઓ વચ્ચે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. જોકે, આ મતદાનની વચ્ચે પણ કેટલીક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે મતદારોનો ઉત્સાહ ઘટી રહ્યો છે. દરમિયાન મોરબી (Morbi Boys high school) બોઇઝ હાઇસ્કુલના બુથ નંબર 207માં દશેરાના દિવસે જ ઘોડું દોડ્યું નથી. ચૂંટણી પંચના વીવીપેટ (VVPAT Machine) મશીન અહીંયા બંધ થઈ ગયા છે અને મતદાન ખોરવાયું છે. દરમિયાન મતદારો મતદાન કરવા માટે લાંબી કતાર લગાવીને બેઠા છે.

    આ ઘટના મોરબીની બોઇઝ હાઇસ્કુલમાં આવેલા બુથ નંબર 207ની છે જેમાં રૂમ નંબર 3માં વોટિંગ ખોરવાઈ ગયું છે. મતદારો રાહ જોઈને બેઠા છે. કોરોના કાળમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં પણ મતદારો ઉત્સાહભેર વોટિંગમાં ભાગ લઈ રહ્યા છે.



    આ પણ વાંચો :  Gujarat By Election 2020 Live: 5 કલાકમાં સરેરાશ 23.27 ટકા મતદાન નોંધાયુ

    ગુજરાતમાં સવારથી વિધાનસભાની આઠ બેઠકો મતદાન થઇ રહ્યું છે. ત્યારે થોડા કલાકો પહેલા કરજણનો લોકોને રૂપિયા આપતો એક વીડિયો વાયરલ થયો હતો અને ચૂંટણી પંચે તપાસનાં આદેશ આપ્યા હતા. જ્યારે મોરબીમાં પણ એક વીડિયો વાયરલ થયો છે. ભાજપનાં ધારાસભ્ય મતદારોને સમજાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ સાથે મતદાન મથક નજીક ભાજપની પત્રિકાઓ પણ વહેંચાઇ રહી હતી. જે બાદ કૉંગ્રેસે બોયઝ હાઈસ્કૂલનું મતદાન મથક બંધ કરાવાયુ હતુ.

    જે બાદ થોડા સમયમાં અધિકારીઓએ મતદાન ફરીથી શરૂ કરાવી દેવામાં આવ્યું છે. આ અંગે જ્યારે ન્યૂઝ18ગુજરાતીએ મતદાન મથકના અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, આ બધુ અજાણતા થઇ ગયુ. અમને આ વાતની જાણ નથી. જ્યારે કૉંગ્રેસ ભાજપ પર જ સીધા પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધુ ભાજપે જ કરાવ્યું છે.

    આ પણ વાંચો :  પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી ધારસિંહ ખાનપુરાનું કોરોનાથી નિધન

    નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇ ચાલી રહેલ રાજકીયપક્ષ સામ સામે હતા. મોરબીમાં મતદાન પ્રક્રિયામાં કુલ 2,71,464 મતદારો મતદાન કરવાના છે. મહત્વનું છે કે, 2300થી વધુનો પોલીંગ સ્ટાફ સાથે આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કાફલો જે તે બૂથ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આજે મોરબીના 412 બૂથ પર લોકશાહી પર્વ ઉજવાઇ રહ્યું છે.
    Published by:Jay Mishra
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ