Home /News /kutchh-saurastra /Gujarat election 2022: શું ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક પર સત્તાપક્ષ ફરી જમાવી શકશે પોતાનુ વર્ચસ્વ, જાણો શું કહે છે ટંકારા બેઠકના સમીકરણો

Gujarat election 2022: શું ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક પર સત્તાપક્ષ ફરી જમાવી શકશે પોતાનુ વર્ચસ્વ, જાણો શું કહે છે ટંકારા બેઠકના સમીકરણો

Tankara assembly constituency : 1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.

Tankara assembly constituency : 1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.

વધુ જુઓ ...
ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ તથા કૉંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly election 2022)  સ્પર્ધા રહે છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણીજંગમાં ઝંપલાવી રહી છે, જે મુખ્ય બે પક્ષના ગણિત ખોરવી શકે છે. આમ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભારતના ઈતિહાસમાં અનોખી અને ટર્નીંગ પોઈન્ટ વાળી સાબિત થવાની છે. ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા હોવાથી વિધાનસભાની ચૂંટણીનું વહેલું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનું શાસન છે. જ્યારે છેલ્લા લગભગ અઢી દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી હતી અને ભાજપની બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એવામાં આ વખતે દરેક સીટ ભાજપ માટે પણ મહત્વની છે. આજના આ આર્ટિકલમાં આપણે વાત કરીશું ટંકારા વિધાનસભા બેઠક (Tankara assembly seat) વિશે.

ટંકારા વિધાનસભા બેઠક (tankara assembly constituency)

ટંકારા વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની એક છે. ટંકારા મોરબી જીલ્લાનું નાનું શહેર છે. તે રાજકોટથી 40 કિલોમીટર અને મોરબીથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. ટંકારા આર્ય સમાજના લોકો માટે પવિત્ર શહેર ગણાય છે, કારણ કે ટંકારા આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે.

આર્ય સમાજના સ્થાપક, મહાન ચિંતક, સમાજ સુધારક અને દેશભક્ત સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતના ટંકારામાં થયો હતો. દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા હોવા છતાં આજદિન સુધી આ પવિત્ર ભૂમિને યાત્રાધામનો દરજ્જો મળ્યો નથી. ટંકારામાં ખેતી મુખ્ય ધંધો છે અને અહીં કેટલીક કોટન મિલો આવેલી છે, જેના કારણે લોકોને રોજગારી મળે છે. ટંકારા અગાઉ રાજકોટ જિલ્લાનો ભાગ હતો, પરંતુ મોરબી અલગ જિલ્લો બન્યા બાદ ટંકારા મોરબી જિલ્લાનો ભાગ બન્યો.

આ વિધાનસભા બેઠકમાં ટંકારા તાલુકા, મોરબી તાલુકાના ગ્રામીણ વિસ્તારો, પદઘરી તાલુકો, લોધિકા તાલુકો, ધ્રોલ તાલુકા વગેરેનો સમાવેશ થાય છે.

ટંકારા કપાસના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ટંકારા અને તેની આસપાસના વિસ્તારમાં 25 કપાસની મિલો આવેલી છે. કપાસના સારા ઉત્પાદનને કારણે ટંકારામાં કપાસની તેલની ઘણી મિલો પણ આવેલી છે. કોટન ઓઈલ મીલના કારણે ટંકારા વેપારનું મોટું કેન્દ્ર બની રહે છે.
આ પણ વાંચો: જુઓ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકનો ચિતાર, જાણો મતદારોની સમસ્યા અને રાજકીય ગણિત

ટંકારા બેઠકના જાતિગત સમીકરણો

ટંકારા-પડધરી વિધાનસભા પર મતદારોની વાત કરીએ તો પાટીદાર 1,08,930, દલવાડી 3532, માલધારી 14,606, બ્રાહ્મણ 2402, મુસ્લિમ 4799, આહીર 4376, ક્ષત્રીય 10,988, પ્રજાપતિ 1917, સુથાર 1007, લુહાર/દરજી 1045, જૈન 465, કોળી 12,193, દેવીપૂજક 6027 , સોની/વાળંદ 950, રજપૂત 1361, આદિવાસી 300, અન્ય ઓબીસી 4095 સહીત કુલ 2.10 લાખ મતદારોમાં પાટીદાર સમાજનો આ બેઠક પર દબદબો છે અને પાટીદાર મતો જેને મળશે તે પક્ષ સ્પષ્ટ બહુમતીથી વિજેતા બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ટંકારા-પડધરી વિધાનસભા બેઠક પર એક લાખથી વધુ પાટીદારો છે અને આ બેઠક સર કરવા માટે પાટીદારોના મત મેળવવા અનિવાર્ય રહેશે.

ટંકારા બેઠક પર હાર-જીતના સમીકરણો

1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો આ પહેલા બેઠક કોંગ્રેસનો ગઢ બની રહી હતી. ગુજરાતની ટંકારા વિધાનસભા બેઠક પર અઢી દાયકાથી વધુ સમયથી ભાજપનું વર્ચસ્વ છે. આ બેઠક પર ભાજપના એક ધારાસભ્ય સતત પાંચ વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી.
વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
1967વી જે શાહINC
1972બોડા ગોવિંદ જેઠIND
1975બોડા ગોવિંદ જેઠKLP
1980પટેલ વલ્લભભાઈIND
1985પટેલ વલ્લભભાઈINC
1990કેશુભાઈ પટેલભારતીય જનતા પાર્ટી
1995મોહન કુંડારિયાભારતીય જનતા પાર્ટી
1998મોહન કુંડારિયાભારતીય જનતા પાર્ટી
2002મોહન કુંડારિયાભારતીય જનતા પાર્ટી
2007મોહન કુંડારિયાભારતીય જનતા પાર્ટી
2012મોહન કુંડારિયાભારતીય જનતા પાર્ટી
2014મહેતાલિયા ભવાનજીભારતીય જનતા પાર્ટી
2012લલિત કગથરાINC

ટંકારા બેઠક પર આ છે સમસ્યા

ટંકારામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ટંકારા આસપાસના ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને સ્થાનિક લોકોને તેમની જરૂરિયાત મુજબનું પીવાનું પાણી પણ મળતું નથી. ટંકારાની જનતાની વર્ષોથી બસ સ્ટેન્ડ બનાવવાની માંગ હતી જે હજુ પૂરી થઈ નથી.

આ બેઠક પર વર્ષોથી ભાજપનો કબજો હતો, પરંતુ તેઓ સ્થાનિક લોકોની માંગણી પૂરી કરી શક્યા ન હતા. સ્થાનિક લોકોએ પણ કોંગ્રેસને તક આપી, પરંતુ હવે તેમને લાગે છે કે આ તેમની સૌથી મોટી ભૂલ હતી. ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જન્મસ્થળ હોવા છતાં રાજ્ય સરકારની ઉપેક્ષાનો ભોગ બની રહ્યું છે.

ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે?

શાસક પક્ષ ભાજપ માટે પરંપરાગત ગઢ માનવામાં આવતા મોરબી જીલ્લામાં આ વિધાનસભામાં ભાજપની હાલત ગત વખતે વધુ સારી ન હતી અને આ સીટ પરથી કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. પાટીદાર આંદોલનના કારણે ગત વખતે ભાજપને નુક્શાન સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે આ વખતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે તેનો લાભ પક્ષને થઈ શકે છે. જો કે તેની સામે હાર્દિકના આ પગલાની પણ કેટલાક પાટીદારો ટીકા કરી રહ્યાં છે. એવામાં ટંકારા બેઠક જ્યાં પાટીદારોનું વર્ચસ્વ છે, ત્યાં ભાજપને સારી એવી મહેનત કરવી પડે તેમ છે. ભાજપ માટે મોરબી જીલ્લામાં કપરા ચઢાણ હોવાના અનેક પુરાવાઓ મળી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે ખાનગી બેઠકો કરી રહ્યા છે. ત્યારે પોતાનો ગઢ પાછો મેળવવો ભાજપ માટે ચેલેન્જ કહી શકાય.

2022ની રેસમાં કોણ કોણ છે

ટંકારા-પડધરીમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો જ્ઞાતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારો ઉભા રાખે છે. જો કે ગત ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદાર આંદોલનનો જે ફાયદો મળ્યો હતો તે આ વખતે મળવાનો નથી તેવુ અ

નુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે આ બેઠક પર પોતાની પકડ જાળવી રાખવા ભારે સંઘર્ષ કરવો પડશે.
આ પણ વાંચો: મોરબીમાં અઢી દાયકાથી લહેરાઇ રહ્યો છે કેસરિયો, જાણો કેવી છે સૌરાષ્ટ્રના 'પેરીસ'ની રાજકીય સફર
First published:

Tags: Gujarat Assembly Elections 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો