Home /News /kutchh-saurastra /

Gujarat election 2022: ખેડૂતો અને પાટીદાર સમાજમાં લોકપ્રિય ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા કોણ છે? કઈ રીતે ઊભું કર્યું પ્રભુત્વ

Gujarat election 2022: ખેડૂતો અને પાટીદાર સમાજમાં લોકપ્રિય ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા કોણ છે? કઈ રીતે ઊભું કર્યું પ્રભુત્વ

Political career of Lalit Kagthra : લલીતભાઈ કગથરા અત્યારે ટંકારાના ધારાસભ્ય છે. તેઓ વર્ષોથી પ્રજાનો અવાજ ઉઠાવતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી છે અને તેઓ છેલ્લા 35 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. તેઓ યુવાવસ્થાથી જ લડાયક નેતૃત્વના ગુણો ધરાવે છે.

Political career of Lalit Kagthra : લલીતભાઈ કગથરા અત્યારે ટંકારાના ધારાસભ્ય છે. તેઓ વર્ષોથી પ્રજાનો અવાજ ઉઠાવતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી છે અને તેઓ છેલ્લા 35 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. તેઓ યુવાવસ્થાથી જ લડાયક નેતૃત્વના ગુણો ધરાવે છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) આડે હવે ગણતરીના મહિના છે. જેથી ચૂંટણી પંચ (Election Commission) દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો પણ બેઠકો અને અપેક્ષિત ઉમેદવારો પર ઊંડો અભ્યાસ કરે છે. આ દરમિયાન સેન્સ પ્રક્રિયા બાદ ચૂંટણીનો માહોલ વધુ ઘેરો બનશે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) સહિતના પક્ષોના હાઈકામન્ડ જીતે તેવા ઉમેદવારો માટે ખાસ કવાયત હાથ ધરશે.

  સૌરાષ્ટ્રના કોંગ્રેસી આગેવાનો પર સૌની નજર

  આ વખતે ભાજપ માટે સૌરાષ્ટ્ર (Saurashtra Seats)ની વધુને વધુ બેઠકો જીતવી મહત્વની બનશે. ગત વખતે સૌરાષ્ટ્ર પર કોંગ્રેસની પકડ મજબૂત હતી પણ આ વખતે સ્થિતિમાં ફરક છે. બીજી તરફ ગત વર્ષે ચૂંટણીમાં વિજય પામેલા લલિત કગથરા (Lalit Kagthara) જેવા આગેવાનો કોંગ્રેસ માટે હુકમના એક્કા (Game changer for Congress) સાબિત થઈ શકે છે. ત્યારે આજે અહીં મોરબી (Morbi) પંથકના ટોચના કોંગી નેતા ગણાતા લલિત કગથરા અંગે જાણકારી આપવામાં આવી છે.

  સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા લલિત કગથરા મોટું નામ ધરાવે છે. તેઓ સરકાર સામે પ્રજાના પ્રશ્ને અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે. તેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેઓ પોતાના મતવિસ્તારમાં ખેડૂતો અને પાટીદાર સમાજમાં લોકપ્રિય છે. જેથી સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર ગણાતી રાજકોટની બેઠક ઉપર કૉંગ્રેસે ટંકારાની બેઠક ઉપરથી વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા હતા. આમ તો પરંપરાગત રીતે આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી આ બેઠક ઉપરથી પ્રતિનિધિ હોવાને કારણે તેમના માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ હતો.

  કોંગ્રેસના નેતા લલિત કગથરાની વ્યક્તિગત જાણકારી (Personal information of Lalit Kagthra)

  લલિત કગથરા (Congress leader Lalit Kagathara) પાસે બહોળો રાજકીય અનુભવ છે. તેઓ જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે. તેમનો જન્મ 1 ઓગસ્ટ 1957ના રોજ પડધરી તાલુકાના દેપાળીયા ગામમાં થયો હતો અને હાલ તેઓ રાજકોટમાં સ્થાયી છે. તેમના પત્નીનું નામ ઇલાબેન છે. તેમના પુત્રનું નામ સ્વ. વિશાલ કથગરા હતું. તેમનું 2019માં માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું.

  લલિત કગથરા કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. આ સાથે તેઓ ખેતીનો વ્યવસાય કરે છે અને પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળની રાજકોટની પીડીએમ કોલેજમાં બીકોમ સુધી અભ્યાસ કર્યો છે.

  લલિત કગથરાની રાજકીય કારકિર્દી (Political career of Lalit Kagthra)

  લલીતભાઈ કગથરા અત્યારે ટંકારાના ધારાસભ્ય છે. તેઓ વર્ષોથી પ્રજાનો અવાજ ઉઠાવતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી છે અને તેઓ છેલ્લા 35 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. તેઓ યુવાવસ્થાથી જ લડાયક નેતૃત્વના ગુણો ધરાવે છે.

  આ પણ વાંચો: જાણો કોણ છે અમેરલી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને કેવી છે તેમની રાજકીય કારકિર્દી


  લલીતભાઈ કગથરા કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે જોડાયા બાદ જિલ્લા પંચાયત રાજકોટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. તેઓ ટંકારા બેઠક ઉપરથી 2002માં કોંગ્રેસ, 2012માં અપક્ષ અને 2014માં કોંગ્રેસ વતી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ લલિતભાઈ કગથરા ધારાસભ્ય છે અને વર્તમાન વાતાવરણ જોતા ટંકારા બેઠક પર તેમને ફાયદો મળે તેમ હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.

  ટંકારા પડધરી સીટ પર કોંગ્રેસના પ્રબળ દાવેદાર

  લલીતભાઈ કગથરા ખેડૂતો અને પાટીદાર સમાજમાં લોકપ્રિય છે. કોંગ્રેસના કાર્યકરો સાથે ખભેખભા મિલાવીને કાર્ય કરતા લલીતભાઈ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે ઘણા આંદોલન કર્યા છે. ત્યારે વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં પણ ટંકારા પડધરી સીટ માટે કોંગ્રેસ પક્ષના પ્રબળ દાવેદાર તેમને માનવામાં આવી રહ્યા છે.

  ગત ચૂંટણીમાં મુખ્યમંત્રીને પગે લાગ્યા હતા

  ગત ચૂંટણીમાં મતદાન મથકે લલિત કગથરા મુખ્યમંત્રીને પગે લાગ્યા હતા. મુખ્યમંત્રીને પગે લાગવા અંગે મીડિયાએ કગથરાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પત્ની જયારે રાજકોટ કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટર હતા. ત્યારે વિજયભાઇ રૂપાણી સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હતા અને એથી આગળ કહું તો અમે બંનેએ સાથે કોલેજ કરી છે. એટલે સંબંધ તો સંબંધની જગ્યાએ જ હોય. જોકે કગથરાએ મુખ્યમંત્રીને પગે લાગવા છતા આશિર્વાદ આપ્યા પણ વિજયભવ: ન કીધું તેનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

  બે વખત હાર્યા બાદ જીત્યા

  1990 થી 2017 સુધી ટંકારા બેઠક પર ભાજપનું વર્ચસ્વ રહ્યું હતું. સ્વ. કેશુભાઈ પટેલ 1990માં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. મોહનભાઈ કુંડારિયા 1995 થી 2012 સુધી પાંચ વખત જીત્યા હતા. સતત પાંચ ટર્મ ધારાસભ્ય બન્યા બાદ મોહનભાઈ સૌરાષ્ટ્રના મજબૂત નેતા બની ગયા હતા. જેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોહનભાઈને ભાજપે રાજકોટમાંથી મેદાનમાં ઉતાર્યા હતા.

  મોહનભાઈ સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પર 2014માં પેટાચૂંટણી યોજાઈ હતી. 2014ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાવનજીભાઈ મેતલીયાને 65833 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 54102 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર 11731 મતોથી જીત્યા હતા.

  ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાને 64320 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 94090 વોટ મળ્યા હતા. બે વખત હારેલા લલિત કગથરાને પાટીદાર આંદોલનનો ફાયદો થયો અને 29770 મતોની જંગી સરસાઈથી જીત મેળવી હતી. હવે આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસ તેમને ઉમેદવાર બનાવે તેવી સંપૂર્ણ શક્યતા છે.


  લોકસભા ચૂંટણી હરવા પાછળના કારણો

  લલીત કગથરાનું કાર્યક્ષેત્ર રાજકોટ નથી રહ્યું. તેઓ મોરબી જિલ્લામાં સક્રિય છે, ટંકારાના ધારાસભ્ય છે. તેમજ તેઓ લેઉઆ પટેલ નથી, તે મુદ્દે તેમની સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાનો ખુલ્લો વિરોધ કર્યો હતો. તેઓએ ચૂંટણી પહેલા રાજકોટ શહેરના પ્રશ્નો ખાસ ઉઠાવ્યા નહોતા અને લોક આંદોલનમાં ખાસ હાજરી કે વાચા આપી નહોતી, જોકે, ગ્રામ્ય પંથકમાં સક્રિય રહ્યા હતા.

  Gujarat election 2022: જાણો ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય સીજે ચાવડા વિશે, કેવી રહી છે તેમની રાજકીય સફર અને કેટલી સંપત્તિના છે માલિક


  લલિત કગથરાની સંપત્તિ

  લલિત કગથરાએ 2019 લોકસભા ચૂંટણીમાં લડતી વખતે 8.59 કરોડની જંગમ મિલકત દર્શાવી હતી. જેમાં તેમના હાથ પરની રોકડ રૂ.45587 હતી. એફિડેવિટ મુજબ તેમની પાસે અલગ અલગ 4 જગ્યાએ રૂ.15.50 લાખથી વધુની જમીન હતી. આ ઉપરાંત તેમના પર 7.98 કરોડ અને તેમના પત્ની પર 22 લાખ જેટલી રકમ દેણા તરીકે હોવાનું જણાવ્યું હતું.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Lalit Kagathara

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन