Home /News /kutchh-saurastra /

Gujarat election 2022: જુઓ બ્રિજેશ મેરજાના અંગત જીવનથી લઈને તેમની રાજકીય કારકિર્દી સુધીની સફર

Gujarat election 2022: જુઓ બ્રિજેશ મેરજાના અંગત જીવનથી લઈને તેમની રાજકીય કારકિર્દી સુધીની સફર

Labor Employment and Panchayat Minister Brijeshbhai Merja: રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો જન્મ 1 માર્ચ 1958ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે થયો હતો

Labor Employment and Panchayat Minister Brijeshbhai Merja: રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો જન્મ 1 માર્ચ 1958ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે થયો હતો

  આગામી ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly election 2022: ) યોજાશે. જેને લઈને તમામ પક્ષોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અને પ્રદેશના વિકાસ માટે નેતાઓની કામગીરીનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. જેથી જનતાએ નેતાઓ વિશેની તમામ જાણકારી મેળવવાનો હક છે. અહીં અમે તમને રાજ્યના શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા (Labor Employment and Panchayat Minister Brijeshbhai Merja) વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

  બ્રિજેશ મેરજાનું પ્રારંભિક જીવન (Early Life of Brijesh Merja)

  રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો જન્મ 1 માર્ચ 1958ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે થયો હતો. બ્રિજેશભાઈ મેરજાએ ડીપ્લોમાં ઇન જર્નાલીઝમમાં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું છે. ત્યાર બાદ તેમણે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે પાંચ વર્ષ કાર્ય કર્યું હતું. બ્રિજેશભાઈ મેરજાની પત્નીનું નામ સુશીલાબેન મેરજા છે અને તેમના પિતાનું નામ અમરશીભાઈ મેરજા છે.

  બ્રિજેશ મેરજાની રાજકીય કારકિર્દી (Political career of Brijesh Merja)

  બ્રિજેશ મેરજા વર્ષ 1985થી લઈને વર્ષ 2007 સુધી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના મંત્રીમંડળમાં કામ કર્યું છે. તેઓ મંત્રીમંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે. વર્ષ 2007થી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ બ્રિજેશ મેરજાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પૂર્વ ડેલીગેટ, પૂર્વ મંત્રી અને મહામંત્રી તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંગઠનમાં તેઓ કાર્યરત રહ્યા છે.

  બ્રિજેશ મેરજા 2012માં વિધાનસભા ચુંટણી હારી ગયા હતા. ત્યારબાદ પણ તેમણે જનસંપર્ક કાર્યાલય સતત ચાલુ રાખીને પ્રજાની સેવા કરી હતી. ગત 2017ની વિધાનસભા ચુંટણીમાં બ્રિજેશભાઈ મેરજા મોરબી-માળિયાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લઈને મોરબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
  કોણ છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અમિત ચાવડા? જાણો તેમના વિશેની વિગતો

  બ્રિજેશભાઈ મેરજાનો પક્ષપલટો

  બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં વર્ષ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષપલટા અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, 'કોંગ્રેસની માનસિકતા હવે બદલાવવા લાગી છે. કોંગ્રેસ હવે ખાબોચિયા જેવો પક્ષ બની ગયો છે. તેમાં રહીને લોકસેવા થઇ શકે તેમ ન હોવાથી મારા અંતરઆત્માએ મને ઢંઢોળ્યો અને ભાજપમાં જોડાઇ ગયો.

  ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાને ટિકિટ આપી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના બ્રિજેશભાઈ મેરજાએ કોંગ્રેસના જયંતી પટેલને હરાવીને જીત મેળવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ બ્રિજેશભાઈ મેરજાની હાજરીનો ભાજપને ફાયદો થયો છે.

  બ્રિજેશ મેરજાની સંપત્તિ

  રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા કરોડોની સંપત્તિના માલિક છે. તેઓ ખેતી, વેપાર અને ધારાસભ્યના પગાર તરીકેના સ્ત્રોતમાંથી આવક મેળવે છે. વર્ષ 2019-20ના આંકડા અનુસાર તેમની વાર્ષિક આવક 20.56 લાખથી વધુ છે. તેમના પત્ની સુશીલાબેન મેરજાની વાર્ષિક આવક 5.54 લાખથી વધુ છે. બ્રિજેશ મેરજાના સોગંદનામામાં રોકડ, ડિબેન્ચર, મિલકત તથા વાહન વિશે જાણકારી આપવામાં આવી છે.

  સોગંદનામામાં આપેલ જાણકારી અનુસાર બ્રિજેશભાઈ મેરજા પાસે રોકડ, બેન્ક થાપણો, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી, વાહન અને દાગીના સહિત કુલ 1.05 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પત્ની સુશીલાબેન મેરજા પાસે રોકડ, બેન્ક થાપણો, વાહન અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ 95.67 લાખથી વધુ કિંમતની સંપત્તિ છે. બ્રિજેશભાઈ મેરજા પાસે કૃષિ વિષયક જમીન અને બિન કૃષિ વિષયક જમીન સહિત કુલ રૂ. 4.25 લાખની જમીન છે અને તેમના પત્ની સુશીલાબેન મેરજા પાસે કુલ 6.65 લાખની જમીન છે.

  બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાતા ભાઈ રમેશ મેરજાને પ્રમોશન!

  એક સમયે ભાજપને અપશબ્દો કહેનાર બ્રિજેશ મેરજા ભાજપમાં શા માટે જોડાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રિજેશ મેરજાએ ભાજપમાં જોડાવા માટે રાજકીય સોદો કર્યો હતો. તેમના ભાઈ રમેશ મેરજાને આઇએએસનું પ્રમોશન મળે તો તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. બ્રિજેશ મેરજાના પક્ષપલટા સમયે ભાજપે આ વચન પાળી બતાવ્યું હતું અને રમેશ મેરજાને IASનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.

  બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજા ખેડા જિલ્લાના અધિક કલેકટર હતા, ત્યારે તપાસ ચાલી રહી હતી. આ તપાસના કારણે IASની કારકિર્દીમાં પરેશાની આવી રહી હતી. ત્યારે આ તપાસ બંધ કરીને IASનું પ્રમોશન આપવાની શરતો મુકવામાં આવી હોવાનું પણ લોક મુખે ચર્ચાઓ ચાલી હતી.

  બ્રિજેશ મેરજાની જીભ લપસી

  કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાંગરો વાટ્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સી. આર. પાટીલ સાહેબની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે.

  બ્રિજેશ મેરજાનું વંદે મોરબી અભિયાન

  ગુજરાતમાં બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્યવ્યાપી વિકાસયાત્રા વંદે ગુજરાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લાના વંદે ગુજરાત વિકાસયાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વંદે ગુજરાતની જેમ વંદે મોરબીનું સ્વપ્ન પણ સાકાર થશે.

  Gujarat Elections 2022: કરોડો અનુયાયીઓ ધરાવતા મોરારીબાપૂ કોણ છે? રાજકીય સ્તરે તેમનું કેટલું છે મહત્વ?


  બ્રિજેશ મેરજાએ કરી મોરબીમાં થતી સમસ્યાની સમીક્ષા

  મોરબી શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. યોગ્ય સમયે વરસાદ ન પડવાને કારણે પાણીની માંગમાં વધારો થઈ રહ્યો છે. રવાપર તેમજ ઘુંટૂ ગામમાં મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ કર્યો હતો. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દર સપ્તાહે પીવાના પાણી અંગે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે અને આ પાણીની સમસ્યાનું નિવારણ લાવવાનો આદેશ આપ્યો છે. તેમ છતાં પાણીની સમસ્યા દૂર શા માટે નથી થતી તે અંગે લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

  મોરબી હોસ્પિટલમાં ડોકટરોની નિમણુંક માટે બ્રિજેશ મેરજાના પ્રયાસ

  મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં ડોકટરની વર્ગ 1ની ખાલી જગ્યા પર નિમણુંક કરવામાં આવે તે માટે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સતત પ્રયાસ કરી રહ્યા હતા. જેને લઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની વર્ગ 1ની 90 ટકા ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેથી હવે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળી રહે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Brijesh Merja, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन