Home /News /kutchh-saurastra /ગુજરાતના ત્રણ મહાપુરૂષ જેમણે દેશને સન્માન અપાવ્યું, ગાંધીજી, સરદાર અને મોદીજી: શિવરાજસિંહ ચૌહાણ

ગુજરાતના ત્રણ મહાપુરૂષ જેમણે દેશને સન્માન અપાવ્યું, ગાંધીજી, સરદાર અને મોદીજી: શિવરાજસિંહ ચૌહાણ

શિવરાજસિંહ ચૌહાણે PM મોદીને ગાંધી અને સરદાર સાથે સરખાવ્યાં

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનેવ લઈને ભાજપે ટોચના નેતાઓ ઉતારી દીધા છે. જેને લઈને આજે મોરબી ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન તેમણે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.

વધુ જુઓ ...
મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મતદાતાઓને આકર્ષવા માટે જનતા વચ્ચે સભાઓ સંબોધવા મોકલી દેવાયા છે. કેન્દ્રના અનેક પ્રખ્યાત નેતાઓ હાલ ગુજરાત પ્રવાસે છે. એવામાં મોરબી શનાળા રોડ સ્કાય મોલ નજીક મોરબી માળીયા વિધાનસભાની જાહેર સભામાં MPનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાજરી આપી હતી અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી.

CM શિવરાજસિંહ પોતાની સ્પીચ શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જાહેર જનતાને જન્મદિવસ પર વૃક્ષ વાવવાની સલાહ આપી હતી. તેમણએ કહ્યું કે, નર્મદા નદી વૃક્ષોનાં મૂળમાંથી પેદા થાય છે. જ્યારે આ ડેમ બંધાતો હતો, ત્યારે ઘણી ગાળો ખાધી છે. કોગ્રેસનાં મેઘા પાટકર સહિતના લોકો દ્વારા ઘણી ગાળો આપી હતી. ગુજરાત પણ અમારું છે અને આના લીધે મધ્યપ્રદેશને ઘણી વીજળી મળી રહી છે. કોંગ્રેસને વિકાસ સાથે કાઈ લેવા દેવા નથી. બંધનો વિરોધ કરતા હતા આ લોકોને વોટ માંગવાનો અધિકાર પણ નથી.

આ પણ વાંચો: રામે પિતાની આજ્ઞા પાળવા 14 વર્ષ વનવાસ ભોગવ્યો, મેં પણ નવાને તક આપવા ટિકિટ ના માંગી: વિજય રૂપાણી

આ સાથે જ તેમણે મોરબીના લોકોને કહ્યું કે, મોરબીવાળા લોકો તમે કમાલ કર્યું છે. 150 દેશમાં અહિંયાથી ટાઇલ્સ જાય છે. દીવાલ પર મોરબીની ઘડિયાળ પણ લગાડેલી જોવા મળે છે. તેમણે PM મોદીને મહાપુરૂષ સાથે સરખાવતા કહ્યું કે, ગુજરાતના ત્રણ મહાપુરુષ જેણે આ દેશને નવી દિશા આપી છે. એક ગાંધીજી, બીજા સરદાર પટેલ અને ત્રીજા મહાપુરૂષ કે જેણે આખી દુનિયાને પ્રભાવિત કર્યું તે નરેન્દ્રભાઈ મોદી છે. વર્ષ 2014 પહેલા મૌની બાબા PM હતા, જે બોલતા જ નહોતા. બોલતા હતા તો માં દીકરો બોલાવે તે બોલતા હતા.

આ સાથે તેમણે, કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેજરીવાલે પંજાબને હસ્તે કરી અને પંજાબ અસ્તવ્યસ્ત કરી દીધું છે. આજે રામ રામ અને હનુમાનજીને ભજે છે એક સમયે આં લોકો એમ કહેતા હતા કે, મંદિર બનાવવાની જરૂરી નથી ટોયલેટ બનાવો. આ સાથે જ તેમણે ટકોર કરતા કહ્યું કે, વાત કરે છે ઈમાનદારીની, કેજરીવાલ તમારા એક મંત્રી જેલમાં છે અને બીજા જેલના દરવાજે ઊભા છે.

આ પણ વાંચો:  દબંગની દબંગીરી યથાવત, કહ્યું - ‘મને કોઈ નોટિસ મળી નથી, હું ચૂંટણીપંચને જવાબ આપવા તૈયાર’

દેશ આઝાદ થયો ત્યારે ચાંદીની પેટીમાં આઝાદ નથી થયો, હજારો લોકોની આહુતિ આપવામાં આવી છે. તેના હ્રદયમાં દ્રઢ સંકલ્પ હતો કે, જ્યાં સુધી દેશ સ્વતંત્રનાં થાય ત્યાં સુધી અમે અહિયાં જનમ લેતા રહીએ. જેને આહુતિ આપી દેશ માટે એવા શ્યામજી કૃષ્ણ વર્માનું કોંગ્રેસે નામ પણ નાં લીધું. વીર સાવરકરનું પણ સનમાન નાં કર્યું. કોંગ્રેસ દ્વારા શહીદો અને ક્રાંતિકારીનું અપમાન આં દેશ નહિં ભૂલે.
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections