Home /News /kutchh-saurastra /Gujarat Election 2022: મોરબી દુર્ઘટનામાં સારી કામગીરી કરવી કાંતિ અમૃતિયાને ફળી, ભાજપે આપી ટિકિટ

Gujarat Election 2022: મોરબી દુર્ઘટનામાં સારી કામગીરી કરવી કાંતિ અમૃતિયાને ફળી, ભાજપે આપી ટિકિટ

મોરબી પુલ દુર્ઘટનામાં સારી કામગીરી કરવી કાંતિ અમૃતિયાને ફળી

Gujarat Election 2022: ભાજપે આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ દરમિયાન, ભાજપએ મોરબી બેઠક પરથી કાંતિ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાનું ઉમેદવારોની યાદીમાં પત્તુ કપાયું છે.

મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા સતત ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. તેવામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેને લઈને BJPએ સૌરાષ્ટ્રની મહત્વની બેઠક મોરબી-માળીયા બેઠક પર કાંતિ અમૃતિયાને ટિકિટ આપીને ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને ટિકિટ કાંપવામાં આવી છે. આ જાહેરાત કરવામાં આવતા જ તેના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આપને જણાવીશું કે, કાંતિ અમૃતિયા કોણ છે અને તેમની શા માટે પસંદગી કરવામાં આવી હશે.

મોરબી ઘટનામાં લોકોના બચાવ્યા હતા જીવ

મોરબીમાં થોડા સમય પહેલા મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં કાંતિ અમૃતિયાએ લોકોનો જીવ બચાવવા કાર્યવાહી કરી હતી. તે પોતે મચ્છુ નદીમાં ઉતરીને નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોને જીવ બચાવવા આગળ આવ્યા હતા. જેઓના વીડિયો પણ વાયરલ થયા હતા.

કોણ છે કાંતિ અમૃતિયા?

કાંતિ અમૃતિયા ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપર ખાતે પટેલ પરિવારમાં થયો હતો. તેમણે યુવા વયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયા અને નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. આ સંસ્થાના પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ BJPમાં જોડાયા હતા. કાંતિ અમૃતિયા તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષોમાં RSSના સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને સક્રિય કરવાનું પણ કાર્ય કર્યું હતું. તેઓએ રાજકીય સફરની શરૂઆતમાં મોરબી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: ભાજપે પહેલા તબક્કાની આ છ બેઠકો પર ઉમેદવાર નથી કર્યા જાહેર, આ કેમ છે 'ખાસ'

કાંતિ અમૃતિયાએ 1995માં પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ત્યારથી લઈને 2013 સુધી તેમણે મોરબી મતવિસ્તારમાં ધારાસભ્ય તરીકે રહ્યા હતા. જણાવી દઈએ કે, 2012 ચૂંટણીમાં કાંતિ અમૃતિયા 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી અને આસપાસના વિસ્તારોમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું હોવાની પણ વાતો સામે આવી છે. આ બાદ, 30 ઓગસ્ટ 2015 ના રોજ એક ટોળાએ મોરબી સિરામિક ફેડરેશનના હેડક્વાર્ટરમાં આગ લગાવ્યાની ઘટના બાદ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત, પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન તેની ઓફિસને આગ પણ ચાંપવામાં આવી હતી.

પ્રકાશ રવેશિયા કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

પ્રકાશ રવેશિયા ચકચારી હત્યા કેસમાં કાંતિ અમૃતિયાનું નામ સામે આવ્યું હતું, પરંતુ કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બર 1999ના રોજ મોરબી શહેરમાં ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે પ્રકાશ રવેશિયાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસ ગોંડલ કોર્ટમાં પેન્ડિંગ હતો અને 10 પ્રત્યક્ષદર્શી અને અન્ય 170 સાક્ષીઓ ફરી કોર્ટમાં હાજર થયા હતા. ત્યારબાદ વર્ષ 2004માં ગોંડલ કોર્ટે કાંતિ અમૃતિયા સહિત સાત લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ કાંતિ અમૃતાએ હાઈકોર્ટમાં અપીલ કરી અને 26 ઓક્ટોબર 2007ના રોજ હાઈકોર્ટ દ્વારા કાંતિ અમૃતાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો