મોરબીઃ ગુરુકુળ સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ યુવતીએ કરી દુષ્કર્મની ફરિયાદ

ગુરુકુળના સંચાલક સહીત ત્રણ શખ્શોએ એડમિશનના બહાને અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું ચરાડવાની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી

News18 Gujarati
Updated: December 7, 2018, 7:17 AM IST
મોરબીઃ ગુરુકુળ સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ યુવતીએ કરી દુષ્કર્મની ફરિયાદ
ગુરુકુળના સંચાલક સહીત ત્રણ શખ્શોએ એડમિશનના બહાને અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું ચરાડવાની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી
News18 Gujarati
Updated: December 7, 2018, 7:17 AM IST
મોરબીના હળવદ નજીક આવેલા ચરાડવા ગમે આવેલ સહજાનંદ ગુરુકુળના સંચાલક અને તેના ભાણેજ અને અજાણ્યાં ઈસમ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે એડમિશન અપાવવાની લાલચ આપી વર્ષ 2016થી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે, તો પોલીસે પ્રાથમિક વિગત નોંધી તપાસ ધરી છે.

અહીં ક્લિક કરી વાંચો મજબૂરીનો ફાયદોઃ પરીક્ષાની તૈયારી માટે ગ્રાઉન્ડમાં દોડવા આપવી પડે છે લાંચ!

પ્રાપ્ત વિગત પ્રમાણે હળવદના ચરાડવા ગામે રહેતી યુવતીએ અહીં આવેલા સહજાનંદ ગુરુકુળના સંચાલક લલીત મકન પટેલ અને તેનો ભાણેજ અલ્કેશ મણિલાલ પટેલ જેઓ બંને ચરાડવાના જ રહેવાસી છે, તથા તેમની સાથે અન્ય એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે એડમિશનની લાલચ આપી ત્રણેય શખ્સો દ્વારા વર્ષ 2016થી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

હાલ પોલીસે સમગ્ર મામલે યુવતીના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તથા આરોપીઓની ધરપકડ અંગે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તો બીજી બાજુ ગુરુકુળ સંચાલક વિરુદ્ધ ફરિયાદથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો કરોડપતિ પિતાની ઇચ્છા હતી દીકરો કારોબાર સંભાળે, પુત્ર-પુત્રીએ કર્યો સંસાર ત્યાગ
First published: December 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...