વાંકાનેરઃ દીકરીનો હાથ આપવાની ના પાડતા પિતાની નિર્મમ હત્યા

News18 Gujarati
Updated: February 24, 2019, 12:14 PM IST
વાંકાનેરઃ દીકરીનો હાથ આપવાની ના પાડતા પિતાની નિર્મમ હત્યા
પ્રતિકાત્મક તસવીર

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રહેતા દેવીપૂજક પરિવારની દીકરીને ઘરમાં બસાડવા મુદ્દે ઝઘડો ઉગ્ર બનતા દીકરીના પિતાની હત્યા કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ વાંકાનેરમાંથોડા દિવસ પહેલા જ યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં ફરી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રહેતા દેવીપૂજક પરિવારની દીકરીને ઘરમાં બસાડવા મુદ્દે ઝઘડો ઉગ્ર બનતા દીકરીના પિતાની હત્યા કરી ચાર શખસો નાસી જતા તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથધરી ને સરતાનપર ગામની સીમમાંતી ચારેય પિતા-પુત્રોને ઝડપી લીલા હતા. અને ધોરણસરી કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલા કમાન્ડર કારખાના પાસે રહેતા અરજણ સાડમિયાની શનિવારે ચાર શખ્સોએ મળી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. આજ સ્થળે રહેતા આરોપીઓ રાજમજી જોરૂ માથાસુરિયા, ભીખા જોરૂ માથાસુરિયા, દેવા જોરૂ માથાસુરિયા અને આ ત્રણે ભાઇઓના પિતા જોરૂ જેરામ માથાસુરિયાએ અરજણભાઇની દીકરીને પોતાના ઘરે બેસાડવાની વાત કરતા અરજણભાઇએ ના પાડી હતી.

આ બાબતે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. અને રામજી જોરૂએ બાજુમાં રહેલા ભંગારના ઢગલામાંથી લોખંડનો પાઇપ લઇ આવી અરજણભાઇને માથામાં ફટકારી હત્યા કરી નાખી હી. જ્યારે અન્યભાઇઓ તથા તેના પિતાએ મળી અરજણભાઇની પત્ની અને દીકરીને માર મારી ઇજા કરી ચારે પિતા પુત્રો નાસી જતાં તાલુકા પીએસઆઇ ગોહિલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ શરૂ કરીને આરોપીઓનેસરતાનપર ગામની સીમમાંથી પકડી પાડ્યા હતા.
First published: February 24, 2019, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading